સર્જિકલ સ્ટ્રાઈકના હીરો અભિનંદન જેવી મુછ રાખવી આ પોલીસ કોન્સ્ટેબલને પડી ભારે, નોકરીથી ધોવા પડ્યા હાથ

સર્જિકલ સ્ટ્રાઈકના હીરો અભિનંદન જેવી મુછ રાખવી આ પોલીસ કોન્સ્ટેબલને પડી ભારે, નોકરીથી ધોવા પડ્યા હાથ
Police Constable Rakesh Rana ( photo ANI )

સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ રાકેશ રાણાનું કહેવું છે કે તેણે સર્જિકલ સ્ટ્રાઈકના હીરો કેપ્ટન અભિનંદનથી પ્રેરાઈને આવી મૂછો રાખી છે. જો નોકરી જતી  હોય તો જાય, તેની અભિનંદન જેવી મૂછો કપાવશે નહીં.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 09, 2022 | 8:15 PM

રવિવારે મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) પોલીસ વહીવટીતંત્રે એક પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર રાકેશ રાણાને લાંબી મૂછો રાખવા બદલ સસ્પેન્ડ કરી દીધો હતો. રાકેશ રાણાના કહેવા પ્રમાણે, “મને મારી મૂછોને યોગ્ય કદમાં કાપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી હતી. અગાઉ ક્યારેય મને મારી સેવામાં આવું કરવાનું કહેવામાં આવ્યું નથી”.

મધ્યપ્રદેશમાંથી (Madhya Pradesh) એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં રવિવારે એમપી પોલીસ વિભાગે, એક કોન્સ્ટેબલ ડ્રાઈવર રાકેશ રાણાને (Constable Driver Rakesh Rana) લાંબી મૂછ રાખવા બદલ સસ્પેન્ડ (Suspend) કરી દીધો છે. રાકેશ રાણાના કહેવા પ્રમાણે, મને મારી મૂછોને યોગ્ય કદમાં કાપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી હતી. અગાઉ ક્યારેય મને મારી સેવામાં આવું કરવાનું કહેવામાં આવ્યું નથી.

રાજધાની ભોપાલમાં પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલને મૂછ અને વાળ વિચિત્ર રીતે મોટા રાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટરના આદેશમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોન્સ્ટેબલનું ટર્નઆઉટ ચેક કરતાં તે યોગ્ય નથી. જ્યારે તેને તેના વાળ અને મૂછો કાપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે તેમ ન કર્યું. આવી સ્થિતિમાં, તેમણે પોલીસ યુનિફોર્મ સર્વિસમાં ગેરશિસ્તભર્યુ વર્તન કર્યું હોવાનું કહીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અભિનંદનથી પ્રેરાઈને રાખી હતી મૂછ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ રાકેશ રાણાનું કહેવું છે કે તેણે સર્જિકલ સ્ટ્રાઈકના હીરો કેપ્ટન અભિનંદનથી પ્રેરાઈને આવી મૂછો રાખી છે. જો નોકરી જતી  હોય તો જાય, તેની અભિનંદન જેવી મૂછો કપાવશે નહીં. પોલીસ હેડક્વાર્ટરના મદદનીશ પોલીસ મહાનિરીક્ષક, પ્રશાંત શર્માએ સસ્પેન્ડ કરાયાનો આદેશ કર્યો છે. કોન્સ્ટેબલ રાકેશ રાણા, મધ્ય પ્રદેશના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના સરકારી વાહન પર ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા 10 જાન્યુઆરીએ રાજ્યોના મંત્રીઓ સાથે કરશે ચર્ચા

આ પણ વાંચોઃ

કોર્ટ કેસમાં કૉલ ડિટેલ્સની શું હોય છે ભૂમિકા ? જાણો સામાન્ય માણસ કેવી રીતે મેળવી શકે ડેટા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati