PNB Scam: નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી ભારત સરકારને મોકલ્યા 17.25 કરોડ રૂપિયા

|

Jul 01, 2021 | 11:08 PM

નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ મળીને પંજાબ નેશનલ બેંક સાથે 11 હજાર કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બેંકના ઘણા અધિકારીઓ પણ આ કામમાં સંડોવાયેલા છે.

PNB Scam: નીરવ મોદીની બહેને બ્રિટનના બેન્ક ખાતામાંથી ભારત સરકારને મોકલ્યા 17.25 કરોડ રૂપિયા
Purvi Modi & Nirav Modi - File Photo

Follow us on

PNB Scam: પંજાબ નેશનલ બેન્ક (PNB Scam) કૌભાંડ મામલામાં નીરવ મોદી (Nirav Modi)ની બહેન અને સરકારી સાક્ષી એવી પૂર્વી મોદી  (Purvi Modi, sister of Nirav Modi)એ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાંથી 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. જેની પ્રવર્તન નિદેશાલય (Enforcement Directorate)એ સત્તાવાર જાહેરાત કરી છે.

EDએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “24 જૂને પૂર્વી મોદીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જાણ કરી હતી કે તેમને લંડન યુકેમાં તેમના નામે એક બેંક ખાતું ખૂલ્યું હોવાની જાણ થઈ છે. જે તેમના ભાઇ નીરવ મોદીના કહેવા પર ખોલવામાં આવ્યું હતું. અને તે પૈસા તેમના નહોતા.”

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ” જો કે સંપૂર્ણ અને સાચા ખુલાસા કરવાની શરતો પર પૂર્વી મોદીને માફીની અનુમતિ આપવામાં  આવી હતી, જેથી તેમણે યુ.એસ.ના બેંક ખાતામાંથી 23,16,889.03 US ડોલરની રકમ ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બેંક ખાતામાં મોકલી આપ્યા હતા”. આ રીતે 17 કરોડ જેટલી રકમ રિકવર થઈ શકી હતી.

 

આ આગાઉ, છેતરપિંડી કરનાર ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને યુ.કે. કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુ.કે. હાઈકોર્ટે નીરવ મોદીની અરજીને 23 જૂને ફગાવી દીધી હતી. જેમાં ભારતમાં તેમના પ્રત્યાર્પણને રોકવાની અપીલ કરવામાં આવી હતી. હકીકતમાં આ વર્ષે 15 એપ્રિલના રોજ, યુ.કે.ના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે મોદીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

 

 

નીરવ મોદી પર આ છે આરોપ

નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ મળીને પંજાબ નેશનલ બેંક સાથે 11 હજાર કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બેંકના ઘણા અધિકારીઓ પણ આ કામમાં સંડોવાયેલા છે. છેતરપિંડીનું આ કારસ્તાન કાયદેસરના લેટરપેટ દ્વારા કરવામાં આવ્યું હતું. જે મામલે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગ હેઠળના બે કેસ નોંધાયા હતા. 2018માં ઈન્ટરપોલ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ફટકારી હતી. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે.

 

આ પણ વાંચો : અમેરીકામાં ભારતીયોનો ડંકો, ભારતીય મૂળના શાલિના કુમારની મિશીગનના જ્જ તરીકે નિમણૂંક

 

આ પણ વાંચો: Third Wave : ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટેનો એક્શન પ્લાન, જાણો વિગતે

Published On - 7:33 pm, Thu, 1 July 21

Next Article