PMOએ જોશીમઠ ઘટના પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, કર્ણપ્રયાગમાં પણ ભૂસ્ખલન, 30 મકાનોમાં તિરાડો

ઉત્તરાખંડના સીએમ ધામીએ કહ્યું કે સરકારની પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની છે. તેમણે કહ્યું કે આ આફતની ઘડીમાં તેઓ કોઈ પણ સંજોગોમાં કોઈનો જીવ જવા દેવા માંગતા નથી. આ સાથે જોશીમઠને પણ સાચવવાનું છે.

PMOએ જોશીમઠ ઘટના પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, કર્ણપ્રયાગમાં પણ ભૂસ્ખલન, 30 મકાનોમાં તિરાડો
Joshimath disaster
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 1:56 PM

વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ઉત્તરાખંડમાં જોશીમઠ દુર્ઘટના પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા આ બેઠકની અધ્યક્ષતા કરશે. ઉત્તરાખંડના વરિષ્ઠ અધિકારીઓ, કેબિનેટ સચિવ, જોશીમઠના ડીએમ અને એનડીઆરએફના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજરી આપશે. શનિવારે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા જોશીમઠ પહોંચ્યા હતા. તેમણે દરેક ઘર અને તિરાડને જોયા બાદ અસરગ્રસ્ત લોકો સાથે વાત કરી હતી. લોકોને આશ્વાસન આપતાં સીએમ ધામીએ કહ્યું કે સરકારે તેમના પુનર્વસન માટે કવાયત શરૂ કરી છે. સરકાર તેમને પીપલકોટીમાં વસાવવાની તૈયારી કરી રહી છે.

ઉત્તરાખંડમાં જોશીમઠ પછી કર્ણપ્રયાગમાં ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી છે. કર્ણપ્રયાગમાં 30 મકાનોમાં તિરાડો પડી છે. અસરગ્રસ્ત મકાનોમાં રહેતા લોકોએ જણાવ્યું કે અહીંથી લગભગ બે પરિવાર સ્થળાંતર કરી ગયા છે. અહીં માત્ર થોડા જ લોકો બાકી છે. પરંતુ હજુ સુધી સરકાર કે વહીવટીતંત્ર દ્વારા તેમને રહેવા માટે કોઈ નક્કર જગ્યા આપવામાં આવી નથી.

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડોનો આતંક હજુ સમાપ્ત થયો નથી કે ગઢવાલ ડિવિઝનના કર્ણપ્રયાગમાં આવી જ એક ઘટના સામે આવી છે. અહીં બહુગુણા નગરમાં ભૂસ્ખલનને કારણે 30થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. પરિસ્થિતિને જોતા અસરગ્રસ્ત મકાનોમાં રહેતા તમામ પરિવારોએ પોતાના ઘર ખાલી કરીને સલામત સ્થળે આશરો લીધો છે. કેટલાક પોતાના સંબંધીના ઘરે પહોંચી ગયા છે, તો કેટલાકે ખુલ્લા આકાશ નીચે તાડપત્રીનો તંબુ બાંધીને સરકાર પાસેથી રાહતની રાહ જોઈ રહ્યાં છે.

શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં

અસરગ્રસ્ત મકાનોમાં રહેતા લોકોએ જણાવ્યું કે અહીંથી લગભગ બે પરિવારો સ્થળાંતર કરી ગયા છે. અહીં માત્ર થોડા જ લોકો બાકી છે. પરંતુ હજુ સુધી સરકાર કે વહીવટીતંત્ર દ્વારા તેમને રહેવા માટે કોઈ નક્કર જગ્યા આપવામાં આવી નથી. મજબૂરીમાં લોકોને ખુલ્લા આકાશ નીચે તાડપત્રીના તંબુમાં રાત વિતાવવી પડી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કર્ણપ્રયાગના અપર બજાર વોર્ડના 30 પરિવારો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોને આશંકા છે કે આ ખતરો હજુ વધી શકે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તાજેતરમાં સરકાર દ્વારા માર્કેટના બાંધકામના કારણે ખોદકામ કરાવવામાં આવ્યું હતું. અનિયમિત રીતે થયેલા બાંધકામના કારણે કર્ણપ્રયાગ વિસ્તારમાં પણ પાયમાલી થવાની છે. સ્થિતિને જોતા સરકારે સેનાને પણ એલર્ટ કરી દીધી છે. ગઢવાલના ડિવિઝનલ કમિશનર સુશીલ કુમાર સિંહના જણાવ્યા અનુસાર ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાને ઈમરજન્સીમાં સતર્ક રહેવાની જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અન્ય વિસ્તારોમાં રાહત કાર્ય અને દેખરેખ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) પાસેથી પણ મદદ લેવામાં આવી રહી છે. ઈસરોની સેટેલાઇટ ઈમેજીસની મદદથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે.

ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">