રાજ્યસભામાં PM મોદીએ ખડગે પર સાધ્યું નિશાન, કહ્યું- જનતા તમને રિજેક્ટ કરી રહી છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગઈકાલે ખડગેજી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવે છે. હું તેમને કહેવા માંગુ છું, હું આવીશ, તમે તે જોયું છે, પરંતુ તમારે એ પણ જોવું જોઈએ કે ત્યાં 1 કરોડ 70 લાખ જનધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગઈકાલે ખડગેજી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવે છે. હું તેમને કહેવા માંગુ છું, હું આવીશ, તમે તે જોયું છે, પણ જનતા જ તમને નકારી રહી છે તેનું શું.
પીએમનો કોંગ્રેસ અધ્યક્ષ પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગઈકાલે ખડગેજી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવે છે. હું તેમને કહેવા માંગુ છું, હું આવીશ, તમે તે જોયું છે, પરંતુ તમારે એ પણ જોવું જોઈએ કે ત્યાં 1 કરોડ 70 લાખ જનધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. એકલા કલબુર્ગીમાં જ 8 લાખથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે.
આ સાથે રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું કે આ જોઈને હું તેમની (મલ્લિકાર્જુન ખડગે) પીડા સમજી શકું છું. તમે દલિતોની વાત કરો, એ પણ જુઓ કે એ જ જગ્યાએ ચૂંટણીમાં દલિતોને જીત મળી હતી. હવે જનતા તમને રિજેક્ટ કરી રહી છે, આથી આ વાત પર તમે અહીં રડી રહ્યા છો.
લોકોનું વર્તન અને ભાષણ દેશ માટે નિરાશાજનક: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ ગૃહ રાજ્યોનું ગૃહ છે. છેલ્લા દાયકાઓમાં ઘણા બૌદ્ધિકોએ ગૃહથી દેશને દિશા આપી. આવા લોકો પણ ગૃહમાં બેઠા હોય છે, જેમણે પોતાના જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવી હોય છે. ગૃહમાં ચાલી રહેલી બાબતોને દેશ ગંભીરતાથી સાંભળે છે અને અનુસરે છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગૃહમાં કેટલાક લોકોનું વર્તન અને ભાષણ માત્ર ગૃહને જ નહીં પરંતુ દેશ માટે પણ નિરાશાજનક છે.
મારી સરકારે ગરીબોનું ધ્યાન રાખ્યું
પીએમ મોદીએ ગઈકાલે પણ લોકસભામાં રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા જે બાદ આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જૂન ખડગેને પણ વડતો પ્રહાર કર્યો છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું, મને ગર્વ છે કે મારી સરકારે ગરીબોનું ધ્યાન રાખ્યું. એટલું જ નહીં, સમાજ નિર્માણમાં ભૂમિકા ભજવતા આપણા વિશ્વકર્મા સમુદાયની કાળજી લેવાનું કામ પણ અમે કર્યું છે.