Narendra Modi on e-Rupi Launch LIVE વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI

ભારત આજે દુનિયાને બતાવી રહ્યુ છે કે ટેક્નોલોજી ક્ષેત્રે ભારત અન્ય કરતા પાછળ નથી. લગભગ 90 કરોડ દેશવાસીઓને કોઈને કોઈ પ્રકારે લાભ અપાઈ રહ્યો છે. અનાજ, એલપીજી ગેસ, ઈલાજ, પેન્શન, ઘર બનાવવા માટેની મદદ ડીબીટીથી મળી રહી છે. કિસાન સન્માન નીધિથી ખેડૂતોના ખાતમાં સીધી જમા કરાવાઈ રહ્યાં છે

Narendra Modi on e-Rupi Launch LIVE વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI
Prime Minister Narendra Modi launches digital payment solution e-RUPI

e-RUPI Launch: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ડિજિટલ પેમેન્ટ (Digital Payment )સોલ્યુશન e-RUPI લોન્ચ કરી.   e-RUPI એ કેશ અને કોન્ટેક્ટ લેસ પેમેન્ટ ( Contact Less payment ) કરવા માટેનું એક સરળ અને સુરક્ષિત માધ્યમ છે. તે QR કોડ અને SMS સ્ટ્રિંગના આધારે ઈ- વાઉચરના (E Voucher) સ્વરૂપમાં કામ કરશે. લોકો આ સેવા અંતર્ગત કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ (Digital payment app) અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના (Internet Banking) એક્સેસ વગર પણ પેમેન્ટ કરી શક્શે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, e-RUPI લોન્ચ કરતા કહ્યુ કે, એક સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ વિચાર સામે અનેક સવાલો કરાતા હતા. પરંતુ આજે ટેકનોલોજીના ઉપયોગથી લોકોના હાથમાં સીધા નાણાં પહોચી રહ્યા છે. ટેકનોલોજીથી ભારત વિશ્વના અન્ય દેશ કરતા પાછળ નથી.

e-RUPI દ્વારા સામાન્ય નાગરિકોને મળતા સરકારી લાભોને કોઈપણ મધ્યસ્થી વિના લાભાર્થી સુધી પહોંચાડી શકાશે. જેમાં સમાજ કલ્યાણ યોજનાઓ, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માતા અને બાળ કલ્યાણ યોજના,ખાતર સબસિડી, ટીબી નાબૂદી કાર્યક્રમો, દવાઓ અને ડાયગ્નોસ્ટિક્સ જેવી દવાઓ અને પોષણ સહાય આપવા માટેની યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે e-RUPIનો ઉપયોગ કરી શકાશે.

ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 02 Aug 2021 17:15 PM (IST)

  e-Rupiથી દેશમાં સફળતાનો નવો અધ્યાય શરુ થશે

  વાડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ઈ રૂપી વાઉચર પણ સફળતાના નવા અધ્યાય શરૂ થશે તેવો મને વિશ્વાસ છે. કોર્પોરેટ ઉદ્યોગ જગત અને અન્ય લોકો પણ આ યોજના માટે ઉત્સુક છે. ઈમાનદાર અને પારદર્શક પધ્ધતિને વધુ ગતિ આપશે. મોટા સુધારા માટે સૌને અભિનંદન આપુ છુ. શરૂઆત આરોગ્ય ક્ષેત્રે શરૂ થઈ રહ્યો છે. પરંતુ ધીમે ધીમે તે અન્ય ક્ષેત્રોમાં પણ અમલી બનશે.

 • 02 Aug 2021 17:07 PM (IST)

  જુલાઈમાં 300 કરોડથી વધુ ટ્રાન્જેક્શન યુપીઆઈથી થયુ છે

  દર મહિને નવો નવો વિક્રમ બનાવી રહ્યાં છે.  જુલાઈમાં 300 કરોડથી વધુ ટ્રાન્જેક્શન યુપીઆઈથી થયુ છે. ચા, જ્યુસ અને ફળ શાકભાજી વેચનારા પણ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. દેશમાં આજે 66 કરોડ રૂ પે કાર્ડ છે. જેનાથી ગરીબ વધુ શક્તિશાળી બન્યા છે. ટેક્નોલોજી ગરીબોને કેવી રીતે મદદ થાય છે તે આના ઉપરથી જાણી શકાય છે. પીએમ સ્વનીધિ યોજનાની શરૂઆત કરી તેમા 23 લાખથી વધુ લોકોને મદદ કરાઈ છે. 2300 કરોડ રૂપિયા તેમને ચૂકવાયા છે. આ લોકો ડિજિટલ સ્વરૂપે નાણાં ચૂકવી રહ્યાં છે. 10 હજારની લોન ચૂકવો તો 20 હજારની લોન અને તે ચૂકવો એટલે 30 હજારની લોન આપવામાં આવી રહી છે.

 • 02 Aug 2021 17:03 PM (IST)

  એક સમયે જે માત્ર વિચાર પણ નહોતો આવતો તે બધુ હવે ટેકનોલોજીને કારણ ભારતમાં શક્ય બની રહ્યું છે

  કોઈએ એવુ વિચાર્યુ પણ નહી હોય કે ટોલનાકા ઉપર રોકડ ચૂકવ્યા વીના હજ્જારો વાહન પસાર થઈ શકે. પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપમાં ગજવામાં હોવાની કલ્પના પણ નહોતી. પણ ડિજિલોકર વડે તે શક્ય બન્યુ છે. એક સમયે જે માત્ર વિચાર પણ નહોતો આવતો તે  ભારતમાં હવે બધુ શક્ય બની રહ્યું છે. આ મહામારીમાં દેશમાં ટેકનીકની તાકાતને અનુભવી છે. કોવીડ પોર્ટલ નોંધણી, રસીકરણની કામગીરીમા મદદ કરી રહી છે. જો જૂની પધ્ધતિએ કામ ચાલતુ હોત તો રસીનુ પ્રમાણપત્ર મેળવવા દોડવુ પડતુ હોત. પણ ભારતના લોકો એક ક્લિક પર ડિજિટલ સર્ટીફિકેટ મેળવી રહ્યાં છે. અને તેના કારણે વિશ્વના અનેક દેશ આ સિસ્ટમ મેળવવા માંગે છે.

 • 02 Aug 2021 16:59 PM (IST)

  ભારત આજે દુનિયાને બતાવી રહ્યુ છે કે ટેક્નોલોજી ક્ષેત્રે ભારત અન્ય કરતા પાછળ નથી

  લગભગ 90 કરોડ દેશવાસીઓને કોઈને કોઈ પ્રકારે લાભ અપાઈ રહ્યો છે. અનાજ, એલપીજી ગેસ, ઈલાજ, પેન્શન, ઘર બનાવવા માટેની મદદ ડીબીટીથી મળી રહી છે. કિસાન સન્માન નીધિથી ખેડૂતોના ખાતમાં સીધી જમા કરાવાઈ રહ્યાં છે. આ વર્ષે ખેડૂતો પાસેથી ઘઉની ખરીદી કરાઈ છે તે 85 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવાયા છે. ભારત આજે દુનિયાને બતાવી રહ્યુ છે કે ટેક્નોલોજી ક્ષેત્રે અન્ય કરતા પાછળ નથી. ગ્લોબલ લીડરશીપ દેવામાં સક્ષમ છે.

 • 02 Aug 2021 16:56 PM (IST)

  ગરીબોની મદદ માટે ટેકોનોલોજી મહત્વની સાબિત થઈ છે

  સરકાર દ્વારા જો પુસ્તકો કે યુનિફોર્મ માટે અપાયેલા નાણાં એ જ હેતુ માટે વાપરી શકાશે. એક સમયે એવુ કહેવાતુ હતુ કે ભારત ગરીબ દેશ છે. ટેકનોલોજીનુ શુ કામ છે. પણ કેટલાક લોકો તેના ઉપર સવાલ કરતા હતા. આજે દેશનો વિચાર અલગ છે. ગરીબોની મદદ માટે ટેકનોલોજી ટુલનો ઉપયોગ થઈ રહ્યો છે. પારદર્શીકતા અને ઈમાનદારી લાવી રહી છે. નવા અવસરો ઉભા કરવાના કામે લાગી છે. તેમ પણ વડાપ્રધાને જણાવ્યુ હતું.

 • 02 Aug 2021 16:53 PM (IST)

  જે હેતુ માટે નાણાં આપવા માંગતા હશે, તે હેતુ માટે જ ઈ રૂપી વાઉચરથી નાણાં ચૂકવાશે

  હવે રોકડને બદલે ઈ રૂપી સ્વરૂપે આપી શકાશે. આ યોજના જે હેતુ માટે ખર્ચ કરવામાં આવ્યો છે તે હેતુ માટે જ નાણા ચૂકવાશે. વિના મુલ્યે અપાતી રસીનો લાભ ના લેવા માંગતા લોકો ખાનગી હોસ્પિટલમાં નાણાં આપીને રસી લઈ શકાશે. કોઈ વ્યક્તિ 100 ગરીબોને રસી આપવા માંગતા હોય તો તેઓ ઈ રૂપી વડે નાણાં ચૂકવી ને રસી માટે જ નાણાં ચૂકવી શકશે. કોઈ પણ પ્રકારે કોઈ મદદ કરવા માંગતા હશે તે મદદ માટે જ નાણાં ચૂકવાશે. જે હેતુથી મદદ આપવાની હોય તેના માટે જ અપાશે

 • 02 Aug 2021 16:50 PM (IST)

  21મી સદીનુ ભારત ટેકનોલોજીથી આગળ વધી રહ્યું છે- મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે  ડિજિટલ પેમેન્ટ e-RUPI લોન્ચ કરી. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, દેશ ડિજિટલ ગવર્નન્સને નવો આયામ આપી રહ્યા હોવાનું કહીને વધુ પ્રભાવી બનાવશે. બધાને આ પધ્ધતિથી મદદ મળશે. 21મી સદીનુ ભારત ટેકનોલોજીથી આગળ વધી રહ્યું છે. લોકોને ટેકનોલોજીથી જોડાઈ રહ્યાં છે. આ શરૂઆત એવા સમયે થઈ રહ્યુ છે કે, આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છે.

   

   

   

   

   

   

   

Click on your DTH Provider to Add TV9 Gujarati