પીએમ મોદીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું કે જવાનોએ દેશની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે.
મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે દેશમાં આક્રોશ છે અને લોકોનું લોહી ઉકળી રહ્યું છે. આતંકના સરપરસ્તો બહુ મોટી ભૂલ કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે આ હુમલાને અંજામ આપનારાઓને સજા જરૂર મળશે. હાલમાં દેશમાં કંઇક કરી નાખવાની લાગણી છે. સલામતી દળોને સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે.
મોદીએ કહ્યું કે આખી દુનિયામાં એકલો-અટૂલો પડી ચુકેલો આપણો પાડોશી દેશ જો આ સમજે છે કે આ કાવતરાઓથી તે આપણી અંદર અસ્થિરતા પેદા કરવામાં સફળ થઈ જશે, તો એવું ક્યારેય નહીં બને. પાકિસ્તાન ભારતને ક્યારેય અસ્થિર નહીં કરી શકે.
પીએમ મોદીએ કહ્યું કે હું ટીકા કરનારાઓની લાગણીઓને સમજુ છું અને તેમને આમ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ મારો તમામ સાથીઓને અનુરોધ છે કે આ બહુ જ સંવેદનશીલ અને લાગણીશીલ સમય છે, તેથી રાજકીય ટિપ્પણીઓથી દૂર રહો. આ હુમલાનો દેશ એકજુટ થઈ મુકાબલો કરી રહ્યો છે, આ સ્વર વિશ્વમાં જવો જોઇએ.
નીચે આપેલા VIDEOમાં સાંભળો પીએમ મોદીની આખી પ્રતિક્રિયા :
[yop_poll id=1434]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 6:19 am, Fri, 15 February 19