દિલ્હીમાં વડાપ્રધાન મોદીની મેગા રેલી, પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કરશે રોડ શો

|

May 08, 2019 | 5:31 AM

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની 7 લોકસભા સીટો પર પણ મતદાન થવાનું છે. તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં 7 લોકસભા સીટોના ઉમેદવારો માટે એક ચૂંટણી સભાને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિંયકા ગાંધી પણ દિલ્હીમાં હશે અને તે પણ રોડ શો કરવાના છે. દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીની વિશાળ જનસભા થશે. […]

દિલ્હીમાં વડાપ્રધાન મોદીની મેગા રેલી, પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કરશે રોડ શો

Follow us on

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની 7 લોકસભા સીટો પર પણ મતદાન થવાનું છે. તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં 7 લોકસભા સીટોના ઉમેદવારો માટે એક ચૂંટણી સભાને સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદીની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિંયકા ગાંધી પણ દિલ્હીમાં હશે અને તે પણ રોડ શો કરવાના છે. દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીની વિશાળ જનસભા થશે. રેલીમાં મુસ્લિમ મહિલાઓ, વેપારીઓ અને પહેલીવાર મતદાન કરવાવાળા યુવાનો મોટી સંખ્યામાં ભાગ લેશે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

જનસભામાં આવવાવાળા માટે નોઈડા, ગાજિયાબાદ અને ફરીદાબાદમાં ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનનો સંદેશો લોકો સુધી પોંહચે તે માટે મેદાનમાં ડિજીટલ સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. ભાજપ દ્વારા 4-5 હજાર બસોની મદદથી દિલ્હીના અલગ અલગ લોકસભા ક્ષેત્રોથી કાર્યકર્તાઓ અને મતદાતાઓને રામલીલા મેદાન સુધી લાવવાની તૈયારીઓ ચાલે છે.

આ પણ વાંચો: અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓની સાથે ફોટા થયા વાયરલ

ત્યારે પ્રિયંકા ગાંધી પણ દિલ્હીમાં 2 રોડ શો કરશે અને વડાપ્રધાન મોદીને પડકાર આપશે. તે પહેલો રોડ શો 4 વાગ્યે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં શીલા દિક્ષીત માટે અને બીજો રોજ શો સાંજે 6 વાગ્યે દક્ષિણ દિલ્હીમાં બોક્સર વિજેન્દર માટે કરશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના રોજ થશે. આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસમાં ત્રિકોણીય જંગ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article