AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર રચવાનો કર્યો દાવો, આ દિવસે યોજાઈ શકે છે શપથવિધિનો કાર્યક્રમ

PM મોદીએ આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર રચવાનો દાવો રજૂ કરી દીધો છે. જે બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તમામ પાર્ટીએ સર્વસંમતિ સાથે નિર્ણય કરીને ફરી એક વખત મને મોટી જવાબદારી આપી છે. હું તમામ પાર્ટીઓનો ધન્યવાદ કરું છું. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારનું ગઠન થતાની સાથે […]

PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર રચવાનો કર્યો દાવો, આ દિવસે યોજાઈ શકે છે શપથવિધિનો કાર્યક્રમ
| Updated on: May 25, 2019 | 4:18 PM
Share

PM મોદીએ આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર રચવાનો દાવો રજૂ કરી દીધો છે. જે બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તમામ પાર્ટીએ સર્વસંમતિ સાથે નિર્ણય કરીને ફરી એક વખત મને મોટી જવાબદારી આપી છે. હું તમામ પાર્ટીઓનો ધન્યવાદ કરું છું. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારનું ગઠન થતાની સાથે રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક સાથે ગુજરાત આવી રહ્યા છે, જાણો સમગ્ર કાર્યક્રમની યાદી

લોકસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીત પછી નરેન્દ્ર મોદી ફરી એક વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. માહિતી મુજબ 30 મેના દિવસે શપથવિધિ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. જે પહેલા નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પણ જશે. અને તેની પહેલા તે ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે તેઓ ગુજરાતના પ્રવાસે છે. નરેન્દ્ર મોદી પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેશે. ત્યારે ગઈકાલે એટલે શુક્રવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિની સાથે મુલાકાત કરીને પોતનું રાજીનામું આપ્યું હતું. જેને મંજૂરી પણ કરી દેવાયું હતું. જે બાદ રાષ્ટ્રપતિએ 16મી લોકસભાને ભંગ પણ કરી દીધી છે.

g clip-path="url(#clip0_868_265)">