PM Modi આજે ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાતે, અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસ

|

May 26, 2022 | 8:19 AM

PM Modi's visit to Hyderabad and Chennai : PM મોદી અહીં ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB) ના 20મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે હૈદરાબાદની મુલાકાત લેશે.

PM Modi આજે ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાતે, અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસ
PM Narendra Modi ( File Photo)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાત (PM Modi’s visit to Hyderabad and Chennai) લેશે. આ દરમિયાન પીએમ મોદી ચેન્નાઈમાં 31,400 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અગિયાર યોજનાઓનો શિલાન્યાસ (foundation stone) કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ માટે આજે ચેન્નાઈના (Chennai) જેએલએન ઈન્ડોર સ્ટેડિયમમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ગયા વર્ષે AIADMKને હરાવીને DMKએ સત્તા સંભાળી ત્યારથી વડાપ્રધાન મોદીની (PM Modi) ચેન્નાઈ ખાતેની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે.

આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 31,400 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. તેમાં રેલ, માર્ગ, બંદર વિકાસને લગતા પ્રોજેક્ટો મુખ્ય છે. PM મોદી હૈદરાબાદમાં ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB)ના 20મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ISBનું ઉદ્ઘાટન 20 વર્ષ પહેલા 2 ડિસેમ્બર, 2001ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું, આજે તે દેશની પ્રીમિયર મેનેજમેન્ટ સંસ્થાઓમાની એક ગણાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ સાંજે 5.10 વાગ્યે હૈદરાબાદથી ચેન્નાઈ પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ મોદી અનેક અલગ-અલગ રેલવે, નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને કેન્દ્ર સરકારના ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. PM સાંજે 7.40 વાગ્યે ચેન્નાઈથી નવી દિલ્હી જવા રવાના થશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ગયા વર્ષે AIADMKને હરાવીને DMKએ સત્તા સંભાળી ત્યારથી વડાપ્રધાન મોદીની ચેન્નાઈ ખાતેની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. વડાપ્રધાન રૂ. 2,960 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ, મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે.

એક અહેવાલ મુજબ, દક્ષિણ તમિલનાડુમાં રૂ. 500 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ 75-કિમી-લાંબા મદુરાઈ-ટેની (રેલવે ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ) આ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારશે અને પ્રવાસનને પણ વેગ આપશે. આ ઉપરાંત, નેચરલ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ્સથી ગ્રાહકો અને ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ 116 કરોડ રૂપિયાના ખર્ચે ‘લાઇટ હાઉસ પ્રોજેક્ટ-ચેન્નઈ’ હેઠળ બાંધવામાં આવેલા 1,152 ઘરોનું લોકાર્પણ પણ કરશે.

Published On - 8:18 am, Thu, 26 May 22

Next Article