PM મોદી લોન્ચ કરશે E20 પેટ્રોલ, જાણો સામાન્ય પેટ્રોલથી તે કેટલુ છે અલગ અને શુ થશે ફાયદો ?

TV9 GUJARATI

|

Updated on: Feb 06, 2023 | 12:36 PM

Indian Energy Week 2023: ઈન્ડિયા એનર્જી વીક 2023 સોમવારથી બેંગલુરુમાં શરૂ થશે. આ દરમિયાન દેશના 11 રાજ્યોમાં E-20 પેટ્રોલ લોન્ચ કરવામાં આવશે. જાણો શું છે E-20 ફ્યુઅલ અને તેનાથી શું ફાયદો થશે.

PM મોદી લોન્ચ કરશે E20 પેટ્રોલ, જાણો સામાન્ય પેટ્રોલથી તે કેટલુ છે અલગ અને શુ થશે ફાયદો ?
E20 petrol and PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં આયોજિત ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કરશે. આ ઉર્જા સપ્તાહ આજથી આગામી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ એનર્જી વીક દરમિયાન જ દેશના 11 રાજ્યોમાં E-20 પેટ્રોલ લોન્ચ કરવામાં આવશે. આ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ હશે. આ સિવાય વડાપ્રધાન મોદી સૌર ઉર્જા સાથે કામ કરતી સોલાર કૂકિંગ સિસ્ટમ પણ રજૂ કરશે અને કર્ણાટકના તુમાકુરુમાં HALની હેલિકોપ્ટર ફેક્ટરી શરૂ કરશે.

આવી સ્થિતિમાં, સવાલ એ થાય કે E-20 પેટ્રોલ શું છે. તેમાં ઇથેનોલ કેમ ભેળવવામાં આવી રહ્યું છે અને તેનાથી સરકાર અને સામાન્ય જનતાને કેટલો ફાયદો થશે.

E-20 પેટ્રોલ શું છે?

E-20 માં E એ ઇથેનોલ માટે વપરાય છે. E-20 એટલે કે પેટ્રોલમાં ઇથેનોલની માત્રા 20 ટકા છે. પેટ્રોલમાં ઇથેનોલનો હિસ્સો 20 ટકા હશે. જેટલી સંખ્યામાં વધારો થશે તેટલું વધુ ઇથેનોલ પણ વધશે. હાલમાં દેશમાં ઉપલબ્ધ પેટ્રોલમાં 10 ટકા જેટલું ઇથેનોલ હોય છે. હવે દેશના 11 શહેરોમાં 20 ટકા ઇથેનોલ ધરાવતું પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

હવે તમે એ સમજો કે ઇથેનોલ શું હોય છે. ઈથેનોલ બાયોમાસમાંથી બને છે. મોટાભાગના ઇથેનોલ મકાઈ અને શેરડીના પાકમાંથી તૈયાર કરવામાં આવે છે. આવી વસ્તુઓ ભારતમાં પહેલાથી જ મોટા પાયે ઉગાડવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં દેશમાં મોટા પાયે ઓટોમોબાઈલ માટે ઈથેનોલ તૈયાર થઈ શકે છે.

E20થી શું થશે ફાયદો, 5 મુદ્દામાં સમજો

મકાઈ અને શેરડીના પાકમાંથી તૈયાર કરી શકાય છે : ઇથેનોલ ઇકો-ફ્રેન્ડલી ઇંધણ છે. જે આલ્કોહોલ આધારિત છે. જેના કારણે પર્યાવરણને અનેક પ્રકારના નુકસાનથી બચાવી શકાય છે. યુએસ સરકારની વેબસાઇટ અનુસાર, શેરડી, મકાઈ અને સુગર બીટ જેવા પાકમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે.

35 ટકા CO2 ઘટશે: ઇથેનોલની ઓક્ટેન સંખ્યા વધારે છે. એટલા માટે તેને વાહનો અને પર્યાવરણ માટે વધુ સારું માનવામાં આવે છે. જ્યારે પેટ્રોલને ઇથેનોલ સાથે ભેળવવામાં આવે છે. ત્યારે 35 ટકા ઓછું કાર્બન-મોનો-ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ સાથે સલ્ફર-ડાયોક્સાઈડ પણ ઓછું નીકળે છે.

કાર્બન ઉત્સર્જન ઘટશેઃ પેટ્રોલ સાથે ઇથેનોલ મિશ્રિત ઉપયોગ કરવાના અન્ય ઘણા કારણો છે. તેની મદદથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સાથે ક્લાઈમેટ ચેન્જના જોખમોને રોકવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં ઈથેનોલ તૈયાર થઈ રહી છે. તેની આયાતમાં ઘટાડો થવાથી સરકારની આવક વધી રહી છે.

ખેડૂતોને ફાયદોઃ ખેડૂતો ઇથેનોલ બનાવે છે. આ માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરીને શેરડીની ખેતી કરતા ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે. તેમાંથી ઇથેનોલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

ખર્ચમાં ઘટાડો થશેઃ જો ઇથેનોલને આ જ રીતે પ્રોત્સાહન આપવામાં આવશે તો સરકારના ખર્ચમાં ઘટાડો થશે. તેલની આયાત ઘટશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેટ્રોલમાં ઇથેનોલ ભેળવીને કેન્દ્ર સરકારે 41,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું. જયારે, 27 લાખ ટન કાર્બનના ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે.

કયા વાહનો E20 પેટ્રોલ પર ચાલશે ?

હાલમાં દેશમાં એવી ઓછી કાર છે જે E20 પેટ્રોલ પર ચાલી શકે છે. આમાં હ્યુન્ડાઈ મોટર્સના ક્રેટા, વેન્યુ અને અન્યત્ર એસયુવી જેવા વાહનો E20 પેટ્રોલ પર ચાલી શકે છે. તાજેતરમાં, ઓટો એક્સ્પો 2023 દરમિયાન, ટાટા મોટર્સે તેના બે નવા ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન રજૂ કર્યા હતા. તેની સાથે હેરિયર અને સફારી એસયુવીમાં જલ્દી જ E20 ફ્યુઅલ એન્જીન આપવાની વાત ચાલી રહી હતી. એપ્રિલ 2023 સુધીમાં, મહિન્દ્રા, મારુતિ સુઝુકી, કિયા અને અન્ય બ્રાન્ડ્સ પણ આવા ઇંધણ પર ચાલતા વાહનોનું ઉત્પાદન કરશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati