PM MODI 35 ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, દરરોજ 1750 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન ઉપલબ્ધ થશે

|

Oct 06, 2021 | 6:13 PM

7 ઓક્ટોબર, 2021 ના ​​રોજ સવારે 11 વાગ્યે ઉત્તરાખંડના AIIMS ઋષિકેશ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુરુવારે વડાપ્રધાન મોદી 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PM CARES હેઠળ સ્થાપિત 35 પ્રેશર સ્વિંગ એડપ્ટેશન (PSA) ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

PM MODI 35 ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, દરરોજ 1750 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન ઉપલબ્ધ થશે
PM-Cares for children scheme

Follow us on

DELHI : ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રધાનમંત્રી નાગરિક સહાય અને રાહત ફંડ (PM CARES FUND) માંથી સ્થાપિત 35 પ્રેશર સ્વિંગ એડેપ્ટેશન (PSA) ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ કાર્યક્રમ વિશે માહિતી આપી. ઉદ્ઘાટન સમારોહનું આયોજન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ઋષિકેશ, ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પહેલા જ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે ઋષિકેશ પહોંચશે. મુખ્યપ્રધાન ધામીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડમાં ઋષિકેશને દેશભરના ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન માટે પસંદ કર્યા છે, જેના માટે તેઓ આભારી છે. જો કે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન પણ કેદારનાથની મુલાકાત લેશે, ત્યારે ધામીએ કહ્યું કે ઋષિકેશમાં તેમનો એક કાર્યક્રમ છે.

ઉત્તરાખંડના AIIMS ઋષિકેશ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુરુવારે વડાપ્રધાન મોદી 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PM CARES હેઠળ સ્થાપિત 35 પ્રેશર સ્વિંગ એડપ્ટેશન (PSA) ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દરરોજ 1750 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન ઉપલબ્ધ થશે
આ સાથે દેશના તમામ જિલ્લાઓમાં PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન ત્યાં ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે. PMOએ કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં કુલ 1224 PSA ઓક્સિજન પ્લાન્ટ્સને PM Cares ફંડમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાંથી, 1100 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે અને 1750 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન દરરોજ ઉપલબ્ધ થશે.

PMOએ કહ્યું કે, “કોવિડ -19 રોગચાળો ફાટી નીકળ્યા બાદ મેડિકલ ઓક્સિજન ઉત્પાદનની ભારતની ક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા કરાયેલા સક્રિય પ્રયાસોનો આ પુરાવો છે.” PMO કહ્યું કે દેશના તમામ જિલ્લાઓમાં PSA ઓક્સિજન પ્લાન્ટ છે. ડુંગરાળ, ઇન્સ્યુલર અને મુશ્કેલ પ્રદેશોના જટિલ પડકારોનો સામનો કરવા માટે ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.

7000 થી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી
આ PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલનને સુનિશ્ચિત કરવા માટે 7000થી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. 7,000થી વધુ કર્મચારીઓને તાલીમ આપીને આ પ્લાન્ટ્સનું સંચાલન અને જાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. ટેકનોલોજીની મદદથી આ પ્લાન્ટ પર પણ નજર રાખવામાં આવશે. PMOએ જણાવ્યું કે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ, મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : રેલ્વે કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત, 11.56 લાખ રેલ્વે કર્મચારીઓને મળશે દિવાળી બોનસ

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીએ બંધારણીય પદ પર પૂર્ણ કર્યા 20 વર્ષ ! છેલ્લા 7 વર્ષમાં મોદીના આ મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા

Next Article