રેલ્વે કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત, 11.56 લાખ રેલ્વે કર્મચારીઓને મળશે દિવાળી બોનસ

Railway bonus 2021: ભારતીય રેલવેના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તહેવારો પહેલા રેલવે કર્મચારીઓ માટે આજે બોનસની જાહેરાત કરવામાં આવી છે.

રેલ્વે કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત, 11.56 લાખ રેલ્વે કર્મચારીઓને મળશે દિવાળી બોનસ
11 lakh railway employees granted bonus equal to 78 days wages total of rs 2081 crore
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 06, 2021 | 5:43 PM

AHMEDABAD : રેલ્વે વિભાગે તેમના કર્મચારીઓને લઈને આજે મહત્વની જાહેરાત કરી છે. એક તરફ લોકો કોરોનાને કારણે આર્થિક સંકડામણની પરિસ્થિતિમાં મુકાયા છે. કેટલાકે નોકરી ગુમાવી પડી અથવા પગાર ઓછો થયો. જેના કારણે તેમનું અને તેમના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેનો પ્રશ્ન સર્જાયો. ત્યારે આવા સમયે રેલ્વે વિભાગે મહત્વની જાહેરાત કરી છે. રેલ્વે કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.

આજે યોજાયેલ એક વિડિઓ કોંફરન્સ મારફતે રેલ્વે ચેરમેન એન્ડ CEO અને જનરલ મેનેજરે આ જાહેરાત કરી. જેમાં અમદાવાદ DRM તરુણ જૈન પણ જોડાયા. વિડિઓ કોંફરન્સમાં રેલવે ચેરમેન એન્ડ CEOએ જણાવ્યું કે રેલ્વે કર્મચારીઓને 78 દિવસનો પગાર દિવાળી બોનસમાં આપવામાં આવશે. કર્મચારીઓનું મોટિવેશન વધારવા માટે બોનસ ની જાહેરાત કરવામાં આવી છે તેવું પણ અધિકારીએ જણાવ્યું. અધિકારીનું એ પણ માનવું છે કે કટોકટીના સમયે બોનસની જાહેરાત કરતા કર્મચારી અને તેમના પરિવારને આર્થિક ટેકો મળશે અને તેઓ તહેવાર સારી રીતે ઉજવી શકશે.

સૂત્રોનું કહેવું છે કે આ વખતે રેલવે કર્મચારી 18000 રૂપિયા બોનસ તરીકે મેળવી શકે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બોનસ સામાન્ય રીતે 72 દિવસ માટે ઉપલબ્ધ હોય છે. પરંતુ સરકાર 78 દિવસનું બોનસ આપી રહી છે. 11.56 લાખ કર્મચારીઓને આનો લાભ મળશે. તેમણે કહ્યું કે કુલ 1985 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કોંફરન્સ મારફતે કોરોનામાં મોત નિપજેલ કર્મચારી અંગે પણ રેલવે ચેરમેન એન્ડ CEO અને જનરલ મેનેજરે માહિતી આપી. જેમાં તેઓએ જણાવ્યું કે 3 હજાર ઉપર કર્મચારીઓના કોરોનામાં મૃત્યુ થયા છે. જેમાં 85 ટકા જેટલા કર્મચારીઓના પરિવારના સભ્યને એપોઇનમેન્ટ લેટર આપી દીધા છે. સાથે જ સેટલમેન્ટ ડયૂઝ સહિત તમામ પ્રક્રિયા પૂર્ણ કરી તમામ સરકારી સહાય તેઓને પુરી પાડવામાં આવી છે. તો બાકી રહેલા લોકોને પણ જલ્દી સહાય પુરી પાડવા રેલવે વિભાગે ખાતરી આપી.

તો રસીકરણ અંગે પણ રેલ્વે ચેરમેન એન્ડ CEOએ માહિતી આપતા જણાવ્યું કે રેલ્વેમાં કુલ 13 લાખ કર્મચારીઓ છે. જેમાં 11 લાખ રેલ્વે કર્મચારીએ વેક્સિન લીધી. તો 50 ટકા જેટલું બીજા ડોઝનું રસીકરણ થયું છે. અને તેમાં પણ અમદાવાદમાં 17 હજાર કર્મચારીમાંથી 98 ટકાનું રસીકરણ પૂર્ણ થયું છે, માત્ર 2 ટકા વેકસીનેશન બાકી છે. જેમાં કોઈ મેડિકલ રિઝનના કારણે કે ભયના કારણે 2 ટકા જેટલા કર્મચારીઓ બાકી હોવાની માહિતી મળી રહી છે.

તો વિડિઓ કોંફરન્સમાં પ્લેટફોર્મ ટીકીટના દર વધારવા અંગે ચેરમેન એન્ડ CEOને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે મુસાફર વધુ આવે તો લોકો ભેગા થાય એટલે તે નિર્ણય લીધો હતો. જેનો આગામી દિવસમાં રિવ્યુ કરી પ્લેટફોર્મ ટીકીટ દર ભાવ ઘટાડવો કે તેટલો રાખવો તે અંગે જાહેરાત કરવામાં આવશે. સાથે જ હાલની પરિસ્થિતિ ને જોતા બંગાળમાં ટ્રેન ચાલુ કરે કે ના કરે તેના પર પ્રશ્ન હોવાનું પણ રેલવે ચેરમેન એન્ડ CEOએ નિવેદન આપ્યું.

આ તરફ રેલ્વે ચેરમેન એન્ડ CEOની વિડિઓ કોંફરન્સ બાદ જનરલ મેનેજરની કોંફરન્સ યોજાઈ. જે કોંફરન્સમાં જનરલ મેનેજર આલોક કંસલે વિવિધ માહિતી આપતા જણાવ્યું કે 17 હજાર રૂપિયા ઉપર કર્મચારીને બોનસ મળશે. જે બોનસમાં 152 કરોડ ખર્ચ રેલ્વેને થશે. સાથે 2020-21 માં 5 ટકા નોડિંગ થયું હોવાનું પણ જનરલ મેનેજરે જણાવ્યું.

વધુ માહિતી આપતા તેમને એ પણ ઉલ્લેખ કર્યો કે પેસેન્જર ટ્રેનમાં 5 હજાર કરોડ રેવન્યુ મળવું જોઈએ તેના બદલે 2.50 હજાર કરોડ રેવન્યુ મળ્યું છે. તો 1280 કિલોમીટરનું કામ કરવામા આવ્યું સાથે જ 1 એપ્રિલ 62 ટકા બ્રોડગેજનું કામ પૂર્ણ થયાની પણ માહિતી આપી.

તો કેટલુંક કામ આ વર્ષે પૂર્ણ થશે તેવો ટાર્ગેટ પણ રખાયો. તેમજે 98 ટકા મેઈલ એક્સપ્રેસ પનચ્યોલિટીમાં ચલાવાય રહી છે તેવું જણાવી લોકલ ટ્રેન મુંબઇમાં ચાલે તે 98 ટકા પંચ્યુઅલિટીથી ચાલતી હોવાનું જણાવ્યું. જે પંચ્યુઅલિટી માં 3 મિનિટ ટ્રેન વ્યવહાર ચાલુ રહે છે.

મહત્વનું છે કે કોરોના કાળ દરમિયાન રેલ્વેને ઘણું નુકશાન થયું મુસાફર ટ્રેન બંધ રહેતા. જેની ભરપાઇ કરવા માટે રેલવેના અનેક પ્રયાસ રહ્યા. જે પ્રયાસથી રેલવેને 800 કરોડની એડિશનલ ઇન્કમ પણ થઈ. તો 5200 કરોડ રેવન્યુ થયું જે ગત વર્ષ કરતા 18 ટકા વધુ હોવાનું મનાય રહ્યું છે. જેના પરથી કોરોનામાં રેલ્વે પાછળ ન જઈને આગળ વધી રહી હોવાનું નિવેદન રેલ્વેના જનરલ મેનેજરે આપ્યું.

તેમજ રેલ્વેમાં 93 ટકા કર્મચારીનું રસીકરણ થયાનું જણાવીને ઓક્સિજન પ્લાન્ટ્સને લઈને રેલ્વેએ મહત્વનો નિર્ણય કર્યાનું પણ જનરલ મેનેજરે જણાવ્યું. તેમાં તેઓએ કહ્યું કે કોરોના દરમિયાન રાજકોટ માંથી 9200 ટન ઓક્સિજન 110 ટ્રેનમાં મોકલી અન્ય સ્થળે મોકલાયો. જેને જોતા નિર્ણય કરાયો કે દરેક જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ્સ હોવા જોઈએ જેથી ઓક્સિજનની તંગી ન સર્જાય અને લોકોને રાહત મળે જીવ ગુમાવવા ન પડે. જે દિશામાં રેલવેએ નિર્ણય કર્યો કે રેલવેના 6 મંડળમાં અને દાહોદની એક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. જેમાં રાજકોટ, ભાવનગર, રતલામ અને વડોદરામાં પ્લાન્ટ પહોંચ્યા છે. અમદાવાદમાં પણ પ્લાન્ટ પહોંચશે. બાદમાં દાહોદમાં હોસ્પિટલમાં પ્લાન્ટ પહોંચશે. રેલવેનું માનવું છે કે કોઈના પર નિર્ભર ન રહી શકે તેવા પ્રયાસના ભાગે આ કામગીરી કરાઈ રહી છે. જેથી ઝડપી સારવાર આપી લોકોના જીવ બચાવી શકાય.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">