PM MODI શા માટે કરે છે રાત્રિ યાત્રા? આ મોટું કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

|

May 21, 2022 | 9:41 AM

પીએમ મોદીની જાપાન(Japan)ની યાત્રાએ જવા 22મીની રાત્રે જાપાન જવા નીકળશે અને 23મીની વહેલી સવારે તેઓ ટોક્યો (Tokyo)પહોંચશે. વડાપ્રધાન રાત્રિ યાત્રા શા માટે પસંદ કરે છે તે જાણીને તમને નવાઈ જ રૂર લાગશે!

PM MODI શા માટે કરે છે રાત્રિ યાત્રા? આ મોટું કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
PM MODI

Follow us on

વડાપ્રધાન મોદી (PM MODI) પોતાની વિદેશ યાત્રા માટે હંમેશાં ચર્ચામાં રહે છે. તેમની બધી યાત્રા એકસરખી હોય છે, જોકે તેેમની વિદેશ યાત્રામાં એક બાબતની સમાનતા જોવા મળે છે કે તેઓ હંમેશાં રાત્રિના સમયે જ વિદેશ યાત્રા માટે રવાના થાય છે. મેના અંતિમ અઠવાડિયામાં વડાપ્રધાન મોદીનો વિદેશ યાત્રાનો વ્યસ્ત કાર્યકમ છે. પીએમ મોદીની જાપાન(Japan)ની યાત્રાએ જવા 22મીની રાત્રે જાપાન જવા નીકળશે અને 23મીની વહેલી સવારે તેઓ ટોક્યો (Tokyo)પહોંચશે. વડાપ્રધાન રાત્રિ યાત્રા શા માટે પસંદ કરે છે તે જાણીને તમને નવાઈ જ રૂર લાગશે! મે મહિનાની શરૂઆતમાં પીએમ મોદી જર્મની, ડેન્માર્ક અને ફ્રાંસની ત્રણ દિવસીય યાત્રાએ હતા. હવે તેઓ અંતિમ અઠવાડિયામાં જાપાનની મહત્વની યાત્રાએ જશે.

પીએમ મોદીના શિડયૂલને નજીકથી જોઈએ તો એક પેર્ટન જોવા મળે છે કે વડાપ્રધાન મોટાભાગે સમય બચાવવા માટે રાત્રિના સમયે જ યાત્રા કરે છે. ત્યારબાદ તેઓ આગલા દિવસે દિવસની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ આગલી રાતે પોતાના બીજા ગંતવ્ય સ્થાન માટે ઉડાન ભરે છે. પીએમ મોદીની જાપાન યાત્રા પણ અન્ય વિદેશ યાત્રા કરતા અલગ નથી. તેઓ 22મી રાત્રે રવાના થશે અને 23મીની વહેલી સવારે ટોક્યો પહોંચશે અને ટોક્યો પહોંચીને તેઓ કામમાં જોડાઈ જશે. મોદી અહીંયાં ટોપ બિઝનેસમેન સાથે બેઠક કરશે. તેમજ ભારતીય સમુદાયને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી આગામી દિવસે કવાડ દેશોની બેઠકમાં ભાગ લેશે. તે ઉપરાંત તેઓ દ્વિપક્ષીય બેઠક કરશે અને પછી તે જ રાત્રે ભારત પરત આવવા ઉડાન ભરશે.

પીએમ શા માટે કરે છે રાત્રિ યાત્રા?

જો વડાપ્રધાનની હવાઈ મુસાફરી પર ધ્યાન આપવામાં આવે તો ખબર પડશે કે તેઓએ પોતાની યુરોપ મુસાફરી દરમિયાન જર્મની અને ડન્માર્કમાં ફક્ત એક રાત પસાર કરીહતી. તે જ રીતે તેઓ જાપાન મુસાફરી દરમિયાન પણ ત્યાં એક જ રાત વિતાવશે. આ મહિનામાં તેમણે કુલ 5 દેશોની મુસાફરી કરી છે, પરંતુ આ દેશોમાં માત્ર તેમણે 3 રાત્રિ પસાર કરી છે. સમય બચાવવા માટે વડાપ્રધાન વિમાનમાં જ 4 રાત્રિ પસાર કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પીએ મોદીને નજીકથી ઓળખતા સૂત્રએ જણાવ્યુ હતું કે પીએમ મોદી 90ના દાયકામાં જ્યારે સામાન્ય નાગરિકની જેમ યાત્રા કરતા હતા, ત્યારે તેઓ સ્પેશયલ ફ્રીકંવન્ટ ફ્લાયર તરીકેના કાર્ડનો સારો ઉપયોગ કરતા હતા. તે સમયે તેઓ દિવસે તેમના ગંતવ્ય સ્થાનની મુલાાકાત લેતા હતા અને છેલ્લી ફ્લાઇટ લેતા હતા, જેથી હોટેલમાં રહેવાનો ખર્ચો બચી જાય. સૂત્રોએ જણાવ્યું કે તેઓ સામાન્ય રીતે એરપોર્ટ પર સૂઈ રહેતા હતા વડાપ્રધાનના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે સમય અને સંસાધનની બચત કરવી તે એમની આદતોમાંથી એક છે.

Published On - 9:26 am, Sat, 21 May 22

Next Article