PM Modi અંદમાન અને નિકોબારના 21 દ્વીપોનું કરશે નામકરણ, પરમ વીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવશે દ્વીપના નામ

વડાપ્રધાન મોદી 23 જાન્યુઆરી, 2023ના અંદમાન અને નિકોબારના 21 સૌથી મોટા નામ વગરના દ્વીપોનું નામકરણ કરશે. આ દ્વીપોના નામ ભારતના 21 પરમ વીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવશે.

PM Modi અંદમાન અને નિકોબારના 21 દ્વીપોનું કરશે નામકરણ, પરમ વીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવશે દ્વીપના નામ
21 islands of Andaman and NicobarImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 10:18 PM

ભારતની કેન્દ્ર સરકાર ભારતીય સેના અને સેનાના જવાનો માટે સતત કામ કરી રહી છે. ભારતીય સેનાના જવાનો સન્માનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અનેક સ્મારકો અને યોજનાઓ પણ બની છે. હાલમાં ભારતીય સેનાના પૂર્વ જવાનોના સન્માનમાં વધુ એક પ્રસંશનીય કામ ભારત સરકાર કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી 23 જાન્યુઆરી, 2023ના અંદમાન અને નિકોબારના 21 સૌથી મોટા નામ વગરના દ્વીપોનું નામકરણ કરશે. આ દ્વીપોના નામ ભારતના 21 પરમ વીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવશે.

23 જાન્યુઆરીના રોજ પરમ વીર ચક્ર વિજેતાઓના સન્માનમાં આ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 23 જાન્યુઆરી, 2023ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોસ દ્વીપ પર રાષ્ટ્રીય સ્મારકના મોડલનું અનાવરણ કરશે.

પરાક્રમ દિવસે પરમ વીર ચક્ર વિજેતાઓને મોટું સન્માન

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

વર્ષ 2018માં વડાપ્રધાન મોદીએ રોસ દ્વીપ સમૂહના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને અને નેતાજીની યાદમાં તેનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોસ દ્વીપ રાખ્યું હતું. તેની સાથે નીલ દ્વીપ અને હૈવલોક દ્વીપનું નામ બદલીને શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ કરી દીધું હતું. ફરી એકવાર 23 જાન્યુઆરીના રોજ અંદમાન અને નિકોબારના દ્વીપોનું નામકરણ કરવામાં આવશે. જણાવી દઈએ કે નેતાજી સુભાષ ચંદ્ર બોસની જન્મજંયતીને દિવસે પરમચક્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કેપ્ટન વિક્રમ બત્રા સહિત આ 21 પરમ વીર ચક્ર વિજેતાઓના નામ પર હશે દ્વીપોનું નામ

દ્વીપોનું નામ મેજર સોમનાથ શર્મા સહિત 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. સુબેદાર અને કેપ્ટન (તત્કાલીન લાન્સ નાઈક) કરમ સિંહ ; દ્વિતીય લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણે; નાઈક ​​જદુનાથ સિંહ; કંપની હવાલદાર મેજર પીરુ સિંઘ; કેપ્ટન જી.એસ. સલારિયા; લેફ્ટનન્ટ કર્નલ (તે સમયે મેજર) ધન સિંહ થાપા; સુબેદાર જોગીન્દર સિંહ; મેજર શૈતાન સિંહ; અબ્દુલ હમીદ; લેફ્ટનન્ટ કર્નલ અરદેશિર બુર્જોરજી તારાપોર.

લાન્સ નાઈક આલ્બર્ટ એક્કા; મેજર હોશિયાર સિંહ; દ્વિતીય લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ; ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન; મેજર રામાસ્વામી પરમેશ્વરન; નાયબ સુબેદાર બાના સિંહ; કેપ્ટન વિક્રમ બત્રા; લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે; સુબેદાર મેજર (તે સમયે રાઈફલમેન) સંજય કુમાર; અને સુબેદાર મેજર નિવૃત્ત (માનદ કેપ્ટન) ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ.

Latest News Updates

ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
g clip-path="url(#clip0_868_265)">