નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI) 30મી એપ્રિલ, 2022ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ (Chief Minister) અને હાઈકોર્ટના (High Court) મુખ્ય ન્યાયાધીશોની (Chief Justice) સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
સંયુક્ત પરિષદએ એક્ઝિક્યુટિવ અને ન્યાયતંત્ર માટે ન્યાયની સરળ અને અનુકૂળ ડિલિવરી માટે ફ્રેમવર્ક બનાવવા અને ન્યાય પ્રણાલી સામેના પડકારોને પહોંચી વળવા જરૂરી પગલાંઓની ચર્ચા કરવા માટે એકસાથે આવવાનો પ્રસંગ છે. અગાઉની આવી કોન્ફરન્સ 2016માં યોજાઈ હતી. ત્યારથી, સરકારે ઈકોર્ટ્સ મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ કોર્ટ પ્રક્રિયાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને ડિજિટલ ટેક્નોલોજીના એકીકરણ માટે વિવિધ પહેલ કરી છે.
આ પરિષદ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશોને કાર્યસૂચિના મુદ્દાઓ પર કોન્ફરન્સ કરવા માટે, ન્યાય વિતરણ પ્રણાલીને અસરકારક, કાર્યક્ષમ, સુલભ અને નાગરિકોની જરૂરિયાતો માટે પ્રતિભાવશીલ બનાવવા માટે જરૂરી વધુ પગલાંઓ પર વિચાર-વિમર્શ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમજ રોકાણ અને રોજગાર સર્જનમાં વૃદ્ધિ માટે વ્યવસાય કરવાની સરળતામાં ફાળો આપે છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ તરફ સરકારનો આ પ્રયાસ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે દિલ્હીમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) આવતીકાલ શનિવાર, તા.30 એપ્રિલ-2022ના નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સવારે 10 વાગ્યે યોજાનારી જોઇન્ટ કોન્ફરન્સ ઓફ ચીફ મિનીસ્ટર્સ એન્ડ ચીફ જસ્ટીસીઝ ઓફ હાઇકોર્ટમાં સહભાગી થવા નવી દિલ્હી જશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં કાયદા મંત્રી કિરન રિજ્જુ અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એન. વી. રમણા સહિત દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓ પણ જોડાશે.
આ પણ વાંચો :ભારતીય સેનાના નવા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુ, 1 મેના રોજ પદભાર સંભાળશે
Published On - 8:05 pm, Fri, 29 April 22