Berlin: સ્વાગત માટે ઉભા હતા ભારતીયો, PM મોદી સમય કાઢીને નાના બાળકની સાથે રમવા લાગ્યા, જુઓ વીડિયો

|

May 03, 2022 | 4:54 PM

PM Modi Europe Visit: પીએમ મોદી તેમના જર્મની પ્રવાસ દરમિયાન બર્લિનમાં હતા, ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો તેમનું સ્વાગત કરવા માટે ત્યાં ઉભા હતા. જેમાં બાળકો પણ સામેલ હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ લોકો 'મોદી જી હમારી જાન હૈ... ભારત કી શાન હૈ'ના નારા લગાવી રહ્યા છે.

Berlin: સ્વાગત માટે ઉભા હતા ભારતીયો, PM મોદી સમય કાઢીને નાના બાળકની સાથે રમવા લાગ્યા, જુઓ વીડિયો
PM Modi plays with a child in Berlin
Image Credit source: ANI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હાલમાં યુરોપ (Europe)ના ત્રણ દેશોના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી તેમનો જર્મની (Germany) પ્રવાસ પૂર્ણ કરીને ડેનમાર્ક (Denmark) પહોંચી ગયા છે. મંગળવારે પોતાના જર્મની પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદી પણ એક બાળક સાથે રમતા જોવા મળ્યા હતા. તે સંભવતઃ મીટિંગ પછી બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમણે આ નાના બાળકને ત્યાં જોયું તો તે પોતાની જાતને તેની પાસે જતા રોકી શક્યા નહીં. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પીએમ મોદી તેમના જર્મની પ્રવાસ દરમિયાન બર્લિનમાં હતા, ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો તેમનું સ્વાગત કરવા માટે ત્યાં ઉભા હતા. જેમાં બાળકો પણ સામેલ હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ લોકો ‘મોદી જી હમારી જાન હૈ… ભારત કી શાન હૈ’ના નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી ત્યાંથી પસાર થતા જ તેમની નજર એક બાળક પર પડી. આ બાળક તેની માતાના ખોળામાં ચડીને તેમને જોઈ રહ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બાળક પીએમ મોદી સાથે રમ્યું

ત્યારબાદ પીએમ મોદી સીધા તે બાળક પાસે ગયા અને તેમનું અભિવાદન સ્વીકાર્યું. આ પછી પીએમ મોદીએ તે બાળકને તેનું નામ પૂછ્યું. આ જોઈ બાળક શરમાઈ ગયો. પીએમ મોદીએ ફરી તેમની સાથે રમવાનું શરૂ કર્યું. પીએમે તેને પોતાની હથેળી પોતાની તરફ ફેરવીને આવું કરવા કહ્યું. બાળકે પણ પોતાની હથેળી પીએમ મોદીની જેમ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાદમાં તે શરમાવા લાગ્યો હતો. તે પછી પીએમ મોદીએ તેના ચહેરાને પ્રેમથી સ્પર્શ કર્યો અને પછી તે ચાલ્યા ગયા.

ખુશ થઈ ગયુ બાળક

આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ પીએમ મોદીનો વીડિયો પણ બનાવ્યો હતો. બાળક પણ પીએમ મોદી સાથે રમતા ખૂબ ખુશ દેખાઈ રહ્યું હતું. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના યુરોપ પ્રવાસના પ્રથમ તબક્કાના ભાગરૂપે જર્મનીનો પ્રવાસ પૂરો કરીને મંગળવારે ડેનમાર્ક પહોંચ્યા છે. ડેનમાર્કના કોપનહેગનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમના યુરોપ પ્રવાસનો આજે બીજો દિવસ છે.

જર્મનીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ ટ્વીટ કર્યું

પીએમ મોદી તેમના ત્રણ દેશોના યુરોપ પ્રવાસના પ્રથમ તબક્કામાં સોમવારે સવારે બર્લિન પહોંચ્યા હતા. ત્યાં તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી અને બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગની સહ-અધ્યક્ષતા કરી. મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મારી જર્મનીની મુલાકાત ઘણી સફળ રહી છે. ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વિવિધ મુદ્દાઓ તેમજ આંતર-સરકારી પરામર્શ પર વ્યાપક વાટાઘાટો થઈ હતી. મને વેપારી પ્રતિનિધિઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરવાની અદ્ભુત તક મળી. હું જર્મન સરકારનો તેમના આતિથ્ય સત્કાર બદલ આભાર માનું છું.

Next Article