PM Modi ના માતા હીરાબા એ લીધી કોરોનાની રસી, પીએમ મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી

|

Mar 11, 2021 | 3:41 PM

પીએમ મોદીના માતા હીરાબા કોરોનાની પ્રથમ રસી લીધી છે. આ અંગેની માહિતી પીએમ મોદીએ ટ્વિટ કરીને શેર કરી હતી.પીએમ મોદી 12 માર્ચના રોજ દાંડી યાત્રાને 91 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આવવાના છે. જે પૂર્વે તેમની માતાને કોરોનાની રસી આપવામાં આવી છે.

PM Modi ના માતા હીરાબા એ લીધી કોરોનાની રસી, પીએમ મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી
PM Modi And Mother Hiraba File Photo

Follow us on

સમગ્ર દેશમાં હાલ કોરોના વેક્સિનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતમાં સહિત તમામ રાજ્યોમાં 60 વર્ષથી મોટી ઉંમરના સિનિયર સીટીઝન અને 45 વર્ષથી મોટી ઉંમરના અને  અન્ય ગંભીર રોગ  ધરાવતા લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે PM Modi ના માતા હીરાબા કોરોનાની પ્રથમ રસી લીધી છે. આ અંગેની માહિતી પીએમ મોદીએ ટ્વિટ કરીને શેર કરી હતી.પીએમ મોદી 12 માર્ચના રોજ દાંડી યાત્રાને 91 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આવવાના છે. જે પૂર્વે તેમની માતાને કોરોનાની રસી આપવામાં આવી છે.

PM Modi એ ટ્વિટ કરીને લખ્યું હતું કે મને એ જણાવતા આનંદ થાય છે કે  મારી માતાએ આજે COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે.  હું દરેકને વિનંતી કરું છું કે તમારી આજુબાજુ રસી લેવા માટે લાયક એવા લોકોને મદદ કરો અને રસી લેવા માટે પ્રેરણા આપો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ

ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવા સમયે કોરોના વેક્સિનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. રાજ્યમાં Corona કેસનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 6 દિવસ દરમિયાન સરેરાશ 500 નવા કેસ આવતા હતા તે સીધા વધીને 625 થયા છે. રાજ્યમાં 10 માર્ચના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 675 કેસો નોંધાયા છે, જ્યારે આ 24 કલાક દરમિયાન કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

રાજ્યમાં  10 માર્ચે મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 161 કેસ, અમદાવાદમાં 141, વડોદરામાં 96 અને રાજકોટમાં 65 નવા કેસ સામે આવ્યા છે. બુધવારે રાજ્યમાં 484 અને અત્યાર સુધીમાં 2,67,250 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વિસ્ફોટ થયો છે. 9 માર્ચે રાજ્યમાં કોરોનાના 3338 એક્ટિવ કેસ હતા, જે 10 માર્ચે વધીને 3529 થયા છે.

Next Article