PM મોદીએ શરૂ કર્યું મહાઅભિયાન, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયાર કરાશે 1 લાખ વોરિયર્સ

|

Jun 18, 2021 | 1:14 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. જાણો આ દરમિયાન પ્રધાનમંત્રીએ શું વાત કરી.

PM મોદીએ શરૂ કર્યું મહાઅભિયાન, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયાર કરાશે 1 લાખ વોરિયર્સ
PM Modi એ શરુ કર્યું મહાઅભિયાન

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે 26 રાજ્યોના 111 ટ્રેનીંગ સેન્ટરોથી COVID-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દરેક સાવચેતી રાખીને આગળ પડકારોનો સામનો કરવા આપણે દેશની સજ્જતાને વધુ વધારવી પડશે.

કોરોના વોરીયર્સ તૈયાર કરવાનું મહાઅભિયાન

PM મોદીએ આ દરમિયાન કહ્યું કે 1 લાખ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ તૈયાર કરવાનું મહાભિયાન શરુ થવા જઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં આપણે જોયું કે કોરોનાનું વારંવાર બદલાતું સ્વરૂપ આપણને કેવા પડકારો આપી શકે છે. આ વાયરસ હજુ આપણી વચ્ચે છે અને તેના મ્યુટેડ બનવાની પણ સંભાવના છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2-3 મહિના ચાલશે કોર્ષ

PM મોદી એ આગળ કહ્યું કે આ મહામારીએ સાયન્સ, સમાજ, સંસ્થા અને વ્યક્તિ રૂપે પોતાનો વિસ્તાર કરવા માટે આપણને સતર્ક કર્યા છે. હાલમાં કોરોના સામે લડી રહેલી ફોર્સને સપોર્ટ કરવા માટે લગભગ 1 લાખ યુવાનોને પ્રશિક્ષિત કરવાનું લક્ષ રાખવામાં આવ્યું છે. આ કોર્ષ 2-3 મહિના ચાલશે.

શું શું મળશે સુવિધા?

તમને જણાવી દઈએ કે PM મોદીના કહ્યા અનુસાર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે આ વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમમાં નિશુલ્ક ટ્રેનીંગ, સ્કીલ ઇન્ડિયા સર્ટીફીકેટ, ભોજન અને આવાસ સુવિધા, કામ પર પ્રશિક્ષણ સાથે સ્ટાઇફંડ મળશે. એટલું જ નહીં પ્રમાણીત ઉમેદવારોને 2 લાખનો અકસ્માત વીમો પણ મળશે.

યુવાઓ માટે રોજગારનો અવસર

આ અભિયાન વિશે PMએ કહ્યું કે આ અભિયાનથી કોરોના સામે લડી રહેલી આપણી હેલ્થ સેક્ટરની ફ્રન્ટ લાઈન ફોર્સને નવી ઉર્જા મળશે. યુવાઓ માટે રોજગારના નવા અવસર પણ બનશે. હેલ્થ સીસ્ટમની વાત કરતા PM મોદીએ જણાવ્યું કે 7 વર્ષમાં દેશમાં નવી એમ્સ, નવી મેડિકલ કોલેજ, નવી નર્સિંગ કોલેજના નિર્માણ પર બળ આપવામાં આવ્યું છે. જેમાંથી ઘણાએ કામ કરવાનું પણ શરુ કરી દીધું છે.

કોવિડ -19 હેલ્થકેર ફ્રન્ટલાઈન કામદારોનો વિશેષ તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉમેદવારો ડીએસસી / એસએસડીએમની ગોઠવણ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સમુદાય આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય સુવિધાઓ અને હોસ્પિટલોમાં કામ કરી શકશે. આવી જાહેરાત પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી.

 

આ પણ વાંચો: 20700ના આંકડાને લોકો કેમ કરાવી રહ્યા છે ટ્રેન્ડ? શા માટે લોકો આના પર બનાવી રહ્યા છે મજેદાર મિમ્સ?

આ પણ વાંચો: બોલીવુડના દરેક સ્ટાર્સને છોડ્યા પાછળ, એક ફિલ્મ માટે આ અભિનેતાની ફી જાણીને ચોંકી જશો તમે

Next Article