20700ના આંકડાને લોકો કેમ કરાવી રહ્યા છે ટ્રેન્ડ? શા માટે લોકો આના પર બનાવી રહ્યા છે મજેદાર મિમ્સ?

તાજેતરમાં સોશિયલ મીડિયામાં "20700" ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તમને કદાચ મિમ્સ જોઇને ખ્યાલ ના પણ આવે કે કેમ આ આંકડો અત્યારે ટ્રેન્ડમાં છે. ચાલો તમને જણાવીએ.

20700ના આંકડાને લોકો કેમ કરાવી રહ્યા છે ટ્રેન્ડ? શા માટે લોકો આના પર બનાવી રહ્યા છે મજેદાર મિમ્સ?
વાયરલ મિમ્સ

સોશિયલ મીડિયા પર હંમેશા કોઈના કોઈ વાતે વિવાદ ચાલતો રહેતો હોય છે. આવી બાબતમાં સોશિયલ મીડિયાના મિમર્સ દરેક ટોપિક પર પોતાની આવડત બતાવી દેતા હોય છે. મુદ્દો ભલે કોઈ પણ હોય મિમમાં તેનો કટાક્ષ અને હાસ્ય વણી લેવાતો હોય છે. મિમ આજકાલ મનોરંજનનું સાધન બનતા જઈ રહ્યા છે. નેટીજન હંમેશા સોશિયલ મીડિયામાં એનક મુદ્દે કટાક્ષ અને હાસ્ય શેર કરતા રહેતા હોય છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં “20700” ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તમને કદાચ મિમ્સ જોઇને ખ્યાલ ના પણ આવે કે કેમ આ આંકડો અત્યારે ટ્રેન્ડમાં છે. પરંતુ જો તમને સમગ્ર ઘટના ધ્યાનમાં હોય તો આ મિમ્સને સમજવામાં સહેલાઇ રહે છે. તો ચાલો તમને જણાવીએ કે કેમ 20700 ના મિમ્સ ટ્રેન્ડમાં છે. અને જોઈએ થોડા મિમ્સ પણ.

ખરેખર વાત એમ છે કે સ્વીત્ઝરલૅન્ડના કેન્દ્રીય બેન્કે ગુરુવારે મોટી ઘોષણા કરી છે. જેમાં જણાવેલા આંકડા અનુસાર સ્વિસ બેંકોમાં ભારતીયના વ્યક્તિગત અને કંપનીઓના પૈસા 2020માં વધીને 2.55 અરબ Swiss franc એટલે કે 20,700 કરોડ રૂપિયા થઇ ગયા છે. આ અહેવાલના કારણે સોશિયલ મીડિયામાં પણ ટ્રોલ્સ આવવા લાગ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકડ થાપણના સ્વરૂપમાં નહીં પરંતુ સિક્યોરિટીઝ, બોન્ડ્સ અને અન્ય નાણાકીય ઉત્પાદનો દ્વારા રાખવામાં આવેલી હોલ્ડિંગ દ્વારા આ વધારો આ રકમ સુધી પહોંચ્યો છે. આ અહેવાલ આવ્યાની સાથે જ દેશમાં ચર્ચાનો વિષય બન્યો. #20700 એ ટ્વિટર પર ટ્રેંડિંગ થવા લાગ્યું છે અને લોકો હવે તેના પર ઉગ્ર વાતો પણ કરી રહ્યા છે. સાથે સાથે આ ઘટના પર લોકો રમુજી મિમ્સ શેર કરી રહ્યાં છે. કેટલાક લોકો આ બહાને સરકારની ટીકા કરી રહ્યા છે, જ્યારે કેટલાક કહે છે કે આ પૈસા પાછા લાવવા જોઇએ.

 

https://twitter.com/ravi67ravi/status/1405711354866982919

 

આ પણ વાંચો: બોલીવુડના દરેક સ્ટાર્સને છોડ્યા પાછળ, એક ફિલ્મ માટે આ અભિનેતાની ફી જાણીને ચોંકી જશો તમે

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં બે અઠવાડિયામાં આવશે ત્રીજી લહેર! આટલા લાખ લોકો અને બાળકો થઇ શકે છે સંક્રમિત

Click on your DTH Provider to Add TV9 Gujarati