PM Modi in Kanpur: PM મોદીએ કાનપુરને નવા વર્ષની આપી ભેટ, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કર્યુ ઉદ્ઘાટન

|

Dec 28, 2021 | 2:51 PM

કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનો સમગ્ર 9 કિમી લાંબો વિસ્તાર IIT કાનપુરથી મોતી ઝિલ સુધી ફેલાયેલો છે. જો કે સમગ્ર કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટની લંબાઈ 32 કિમી છે.

PM Modi in Kanpur: PM મોદીએ કાનપુરને નવા વર્ષની આપી ભેટ, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કર્યુ ઉદ્ઘાટન
PM Modi in Metro

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) એ ઉત્તર પ્રદેશના કાનપુર શહેર (PM Modi UP Visit) માં કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ (Kanpur Metro Rail Project)ના સંપૂર્ણ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર રહ્યા હતા.

 

આ પહેલા વડાપ્રધાને કાનપુર (IIT-કાનપુર)ના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પછી તેઓ કાનપુર મેટ્રોના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય શહેરી અને આવાસ પ્રધાન હરદીપ સિંહ પુરી સાથે IIT મેટ્રો સ્ટેશનથી બેસીને મુસાફરી કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાને અહીં અનેક યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યુ

9 સ્ટેશન 9 કિલોમીટર લાંબી લાઇનમાં બનાવવામાં આવ્યા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનો સમગ્ર 9 કિમી લાંબો વિસ્તાર IIT કાનપુરથી મોતી ઝિલ સુધી ફેલાયેલો છે. જો કે, કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટની લંબાઈ 32 કિમી છે અને તે 11,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહયો છે. કાનપુર મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ 9 કિલોમીટર લાંબી લાઇન નાખવામાં આવી છે. જેમાં 9 મેટ્રો સ્ટેશન છે. તેમાં IIT કાનપુર, CSJM યુનિવર્સિટી રાવતપુર રેલવે સ્ટેશન, કલ્યાણપુર રેલવે સ્ટેશન, ગુરુદેવ સ્ક્વેર, લાલા લજપત રાય હોસ્પિટલ, SPM હોસ્પિટલ, ગીતા નગર, મોતી તળાવનો સમાવેશ થાય છે. કાનપુરમાં 2 વર્ષથી ઓછા સમયમાં મેટ્રોનો ટ્રાયલ રન શરૂ થઈ ગયો છે.

બે તબક્કામાં પૂર્ણ થશે મેટ્રો પ્રોજેક્ટ

સરકારના નિવેદન અનુસાર, મેટ્રો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે અને તેમાં બે કોરિડોર હશે. કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના 32.6 કિમી લાંબા બંને કોરિડોરમાં કુલ 30 મેટ્રો સ્ટેશન હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેટ્રોમાં એક સમયે 974 મુસાફરો મુસાફરી કરી શકશે અને ટ્રેનની ઝડપ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ મુજબ, પ્રથમ કોરિડોરની લંબાઈ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) કાનપુરથી નૌબસ્તા સુધી 24 કિમી હશે.

 

આ પણ વાંચો: CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો: UPSC Success Story: સતત અનેક નિષ્ફળતાઓ છતાં રાહુલે કરી જોરદાર તૈયારી, આ રીતે બન્યા IAS ટોપર

Next Article