વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત એમ.વેંકૈયા નાયડુને પણ આમંત્રણ

|

Nov 10, 2021 | 3:54 PM

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં થઈ રહેલી આ બેઠકોને 'ચિંતન શિવિર'નું નામ આપવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા, સેવા અને વહીવટ સુધારવા માટેનો છે.

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત એમ.વેંકૈયા નાયડુને પણ આમંત્રણ
File Image

Follow us on

સંસદના આગામી સત્રને લઈ કેન્દ્રીય મંત્રીપરિષદની બુધવારે એક બેઠક બોલવવામાં આવી છે. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. સત્તાવાર સુત્રોએ આ જાણકારી આપી છે. તેમને જણાવ્યું કે આ બેઠક ‘ચિંતન શિવિર’ શ્રેણીનો છેલ્લો ભાગ હશે. શાસનથી જોડાયેલા મુદ્દાઓને લઈ મંત્રીઓમાં વધુ સમજ વિકસિતના ઉદ્દેશ્યથી બેઠકોની આ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં થઈ રહેલી આ બેઠકોને ‘ચિંતન શિવિર’નું નામ આપવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા, સેવા અને વહીવટ સુધારવા માટેનો છે. કેન્દ્રીય મંત્રીપરિષદમાં સામેલ નવા સભ્યો માટે આ એક પ્રશિક્ષણ કાર્યક્રમ પણ છે. ‘ચિંતન શિવિર’નો આ છેલ્લો એપિસોડ સંસદીય પ્રક્રિયાઓ અને આગામી સત્ર પર આધારિત છે.

જાણો કોણે ક્યારે આપ્યું પ્રેઝન્ટેશન

સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી આમાં રજૂઆત કરી શકે છે. તેમને જણાવ્યું કે આ બેઠક માટે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કાર્યક્ષમતા, સમય વ્યવસ્થાપન, પ્રોજેક્ટ અને નીતિ કેન્દ્રિત અમલીકરણ અને હિતધારકો સાથે વધુ સારા સંબંધો વિકસાવવા પર આવી ચાર બેઠકો થઈ છે.

 

પહેલા ‘ચિંતન શિવિર’માં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મનસુખ માંડવિયાએ રજૂઆત કરી હતી. આ પછી પિયુષ ગોયલ અને ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા પ્રોજેક્ટ્સના અમલીકરણ વિશે એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્રીજા ચિંતન શિવિરમાં કેન્દ્રીય મંત્રીઓ હરદીપ સિંહ પુરી અને મનસુખ માંડવિયાએ મંત્રાલય અને હિતધારકો વચ્ચેના સંવાદ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

 

ચોથી બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાનીએ સંવાદ વિષય પર રજૂઆત કરી હતી, સુત્રોએ જણાવ્યું કે આ રજૂઆત બાદ વિભિન્ન પ્રાસંગિક વિષયો પર ચર્ચા થઈ જેમાં વડાપ્રધાન મોદીએ પણ સલાહ આપી હતી. આ કાર્યક્રમથી જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ આયોજનની પાછળ વડાપ્રધાનનો ઉદ્દેશ્ય નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવવાનો અને યોજનાઓના અસરકારક અમલીકરણનો છે.

 

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં રાષ્ટ્રપતિ ભવનના ઓડિટોરિયમમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં થઈ હતી, વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં કહ્યું કે આ બેઠક નહીં પણ ચિંતન શિવિર છે. તેમને ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. મનોહર પર્રિકરને યાદ કરીને તેમણે કહ્યું હતું કે જીવન સરળતા છે. તેમણે કહ્યું હતું કે હંમેશા એકબીજા સાથે વિચારોની આપ-લે કરો.

 

 

આ પણ વાંચો: ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરની બહારથી જ બ્યુટીફીકેશન માટે મુકાયેલી છત્રીઓની થઈ ચોરી, મેયરે સ્થળ પર પહોંચી યોગ્ય સલાહ સૂચનો આપ્યા

Next Article