
દિલ્હીમાં ભાજપની જીત બાદ PM મોદી એ જનતાનો આભાર માન્યો હતો. PM મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, “દિલ્લીમાં જે પણ ભ્રષ્ટાચાર કર્યો છે, તેની તપાસ કારવશું. CAG રિપોર્ટ પ્રથમ વિધાનસભા સત્રમાં રજૂ કરાશે અને દરેક ભ્રષ્ટાચારના કેસની તપાસ થશે.” તેમનું માનવું છે કે આ રિપોર્ટમાં AAP સરકારના ભ્રષ્ટાચારના પુરાવા હશે, જેના કારણે પાર્ટીના ઘણા નેતાઓ મુશ્કેલીઓમાં મુકાઈ શકે છે.
PM મોદીએ જણાવ્યું કે “દિલ્લીનો સત્તાધીશ માત્ર દિલ્લીનો જનતા છે. શોર્ટકટ અને ફ્રોડ રાજકારણને જનતાએ નકારી કાઢ્યું છે.” તેમણે જણાવ્યું કે દિલ્હીનો વિકાસ અટકાવનાર ટક્કર અને વિરોધની રાજનીતિનો અંત આવ્યો છે.
PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે, “21મી સદીમાં દિલ્લી ભાજપનું સુશાસન જોઈશું. દિલ્લીના દરેક વર્ગના વિકાસ માટે અમે દિવસ-રાત મહેનત કરીશું.” તેમના મતે, દિલ્લીના લોકોને હવે ભ્રષ્ટાચારમુક્ત અને આધુનિક શહેરી સુવિધાઓ મળશે.
PM મોદીએ કહ્યું કે, “દિલ્લીની ઓળખ યમુના નદી છે, અને અમે તેને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવશું.” તેમનું માનવું છે કે આ લાંબો પ્રોજેક્ટ છે, પરંતુ સરકાર પૂરજોશથી કામ કરશે.
તૂટેલા રસ્તાઓ અને કચરાના ઢગલા દૂર કરાશે
ભાજપે દિલ્લીમાં વિકાસ અને શાશનક્ષમ સરકાર આપવાનો દાવો કર્યો છે. PM મોદીએ સ્પષ્ટ કર્યું છે કે AAP સરકારના ભ્રષ્ટાચારની તપાસ થશે અને દિલ્લીને વિકાસની નવી દિશા આપવામાં આવશે.
Published On - 9:09 pm, Sat, 8 February 25