PM Kisan Scheme: નવા વર્ષના પહેલા દીવસે ખડૂતો માટે ખુશખબર! કિસાન યોજનાનો 10મો હપ્તો કાલે થશે જાહેર

|

Dec 31, 2021 | 11:31 PM

PM Kisan Samman Nidhi Scheme : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રૂપિયાનો નાણાકીય લાભ આપવામાં આવે છે, જે 4 મહિનાના અંતરાલમાં 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે.

PM Kisan Scheme: નવા વર્ષના પહેલા દીવસે ખડૂતો માટે ખુશખબર! કિસાન યોજનાનો 10મો હપ્તો કાલે થશે જાહેર
Prime Minister Narendra Modi. (File Photo)

Follow us on

DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra modi)  નવા વર્ષની શરૂઆત ખડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) હેઠળ 10મો હપ્તો જાહેર કરવાની સાથે કરશે. 10 કરોડથી વધુ ખડૂતો પરીવારોને આ હપ્તા દ્વારા 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માનની રકમ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (31 ડિસેમ્બર) વર્ષ 2021ના છેલ્લા દિવસે ટ્વિટ કરીને કહ્યું કે નવા વર્ષ 2022નો પહેલો દિવસ દેશના અન્નદાતાઓને સમર્પિત કરવામાં આવશે. બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM-કિસાનનો 10મો હપ્તો રિલીઝ કરવાનો સૌભાગ્ય  મળશે. આ અંતર્ગત 20 હજાર કરોડ રૂપિયાની રકમની ટ્રાન્સફરથી 10 કરોડથી વધુ ખેડૂત પરિવારોને લાભ થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડ ટ્રાન્સફર થયા છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6000 રૂપિયાનો નાણાકીય લાભ આપવામાં આવે છે, જે 4 મહિનાના ગાળામાં 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડથી વધુની સન્માન રકમ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)ને 14 કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ રિલીઝ કરશે, જેનાથી 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહેશે.

પીએમ મોદીએ ફેબ્રુઆરી 2019માં આ યોજનાની શરૂઆત કરી હતી

આ મદદ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પાયાના સ્તરે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આપવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજનામાં નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન થઈ શકે છે. ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર દ્વારા અથવા https://pmkisan.gov.in/ પર ઑનલાઇન નોંધણી કરાવી શકે છે.

જ્યારે 2019માં લોકસભા ચૂંટણી પહેલા 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે તેનો લાભ માત્ર 2 હેક્ટર ધરાવનારા નાના અને સીમાંત ખેડૂતો સુધી મર્યાદિત હતો. પરંતુ પાછળથી 1 જૂન, 2019 ના રોજ, આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો હતો અને આ યોજના તમામ ખેડૂત પરિવારો સુધી લંબાવવામાં આવી હતી. યોજના હેઠળનો લાભ વાર્ષિક 6000 રૂપિયા પ્રતિ પરિવાર છે, જે 2000 રૂપિયાના 3 હપ્તામાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :  KCC: પશુપાલકોને વિશેષ અભિયાન હેઠળ 50,454 કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા, આ યોજના માટે 15 ફેબ્રુઆરી સુધીમાં કરો અરજી

Next Article