KCC: પશુપાલકોને વિશેષ અભિયાન હેઠળ 50,454 કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા, આ યોજના માટે 15 ફેબ્રુઆરી સુધીમાં કરો અરજી

યોજના હેઠળ ગાય, ભેંસ, ઘેટા અને બકરી અને મરઘાં ઉછેર માટે 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 4% વ્યાજ સાથે આપવામાં આવે છે.

KCC: પશુપાલકોને વિશેષ અભિયાન હેઠળ 50,454 કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા, આ યોજના માટે 15 ફેબ્રુઆરી સુધીમાં કરો અરજી
Kisan Credit Card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 5:10 PM

પશુપાલકોને આર્થિક મદદ પૂરી પાડવા માટે શરૂ કરાયેલ રાષ્ટ્રીય અભિયાનમાં 17મી ડિસેમ્બર 2021 સુધી 50,454 કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC) જાહેર કરવામાં આવ્યા છે. 15 ફેબ્રુઆરી 2022 સુધી ચાલનાર આ અભિયાન 15 નવેમ્બર 2021થી શરૂ કરવામાં આવ્યું હતું. તેનું નામ દેશવ્યાપી AHDF KCC અભિયાન છે. AHDF એટલે (Animal Husbandry & Dairying farmers) પશુપાલન અને ડેરી ખેડૂતો.

સરકારનો દાવો છે કે આ અંતર્ગત દર અઠવાડિયે જિલ્લા સ્તરે KCC કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં સ્થળ પર જ અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ પહેલા પણ 1 જૂન 2020 થી 31 ડિસેમ્બર 2020 સુધી પશુપાલકો અને ડેરી ખેડૂતોને (Dairy Farming) રાહત દરે લોન આપવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ અંતર્ગત 14.25 લાખ નવા ખેડૂતોને (Farmers) કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. જેના કારણે તેને પોતાનું કામ આગળ વધારવા માટે પૈસા મળ્યા. AHDF KCC ઝુંબેશ દ્વારા, દૂધ સંઘો સાથે સંકળાયેલા તમામ પાત્ર ડેરી ખેડૂતોને આવરી લેવામાં આવશે જેમને અગાઉ લાભ મળ્યો ન હતો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આટલા માટે સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

સરકાર જાણે છે કે ખેડૂતોની આવક બમણી કરવી હોય તો પશુપાલન વિના આ સપનું સાકાર નહીં થાય. તેથી જ હવે તેનું સંપૂર્ણ ધ્યાન પશુપાલન પર છે. તેમને KCCનો લાભ આપવામાં આવી રહ્યો છે, જ્યારે અગાઉ આ સુવિધા માત્ર ખેતી કરનારાઓને જ મળતી હતી. જો તમારા ગામમાં પણ કોઈ શિબિર છે, તો તેના માટે ચોક્કસપણે અરજી કરો.

પશુપાલનનો વિસ્તાર કેટલો મોટો છે

પશુધન ક્ષેત્ર રાષ્ટ્રીય અર્થતંત્રમાં યોગદાન આપવા ઉપરાંત 8 કરોડ ગ્રામીણ પરિવારોને આજીવિકા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત દૂધ ઉત્પાદક દેશોમાંથી એક છે. આ વર્ષે 8.32 લાખ કરોડથી વધુની કિંમતનું 198.48 મિલિયન ટન દૂધનું વેચાણ થયું હતું. જો કે, વિશ્વના મોટાભાગના દૂધ ઉત્પાદક દેશોની સરખામણીમાં ભારતીય દૂધાળા પશુઓની ઉત્પાદકતા ઓછી છે. ઓછી ઉત્પાદકતાના કારણે ખેડૂતોને દૂધાળા પશુઓના ઉછેરમાંથી નફાકારક આવક મળતી નથી.

ગાય અને ભેંસ ઉછેરવાના કેટલી સહાય ?

પશુપાલન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે કેમ્પ લગાવવા સૂચના આપી છે. યોજના હેઠળ ગાય, ભેંસ, ઘેટા અને બકરી અને મરઘાં ઉછેર માટે 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 4% વ્યાજ સાથે આપવામાં આવે છે. ગાય દીઠ 40,783 રૂપિયા અને ભેંસ દીઠ 60,249 રૂપિયાની લોન મળે છે.

આ પણ વાંચો : Good news : વર્ષ 2022માં ખેડૂતોને મળશે 23,500 કરોડની લોન, જાણો કેવી રીતે મળશે લાભ

આ પણ વાંચો : Mango farming : કેરીની ખેતી કરતા ખેડૂતો થઇ જાવ સાવધાન, નવી બીમારીએ વધારી દીધી ચિંતા

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">