Agnipath Scheme Protest: દેશભરમાં હોબાળા વચ્ચે અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

|

Jun 18, 2022 | 12:50 PM

આ યોજનાને લઈ સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, દેશભરમાં હોબાળો વચ્ચે અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે

Agnipath Scheme Protest: દેશભરમાં હોબાળા વચ્ચે અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
દેશભરમાં હોબાળો વચ્ચે અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
Image Credit source: file photo

Follow us on

Agnipath Scheme Protest: અગ્રનિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં ધમાલ મચી રહી છે ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટ(Agnipath Scheme in Supreme Court)માં પહોંચ્યો છે, આ યોજનાને લઈ સર્વોચ્ચ અદાલતમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જ્જની અધ્યક્ષતામાં અગ્નિપથ યોજના(Agnipath Scheme) ની સમીક્ષાની માંગ કરી છે, સર્વેચ્ચ અદાલતમાં વકિલ વિશાલ તિવારીએ આ અરજી દાખલ કરી છે. અરજીમાં અગ્નિપથને લઈ થયેલી હિંસા મામલે તપાસ માટે SITની રચના કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે દેશભરમાં થયેલી હિંસાને લઈને સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં ધમાલ મચી રહી છે, બિહારમાં આજે બંધનું એલાન કરવામા આવ્યું છે, ઉત્તરથી લઈ દક્ષિણ સુધીના રાજ્યોમાં તોડફોડના સમાચાર સામે આવી રહ્યા છે, હિંસક પ્રદર્શનને લઈ યૂપીમાં જ 260થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે, ઉત્તર પ્રદેશમાં હિંસા હજુ પણ ચાલુ છે, જૌનપુરમાં લોકોએ બસોમા તોડફોડ કરી છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અમતિશાહનું મોટું એલાન

 

આ વચ્ચે કેનદ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટું એલાન કર્યું છે, તેમણે કહ્યું કે,સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સ (Assam Rifles)ની ભરતી માટે અગ્નિવીરોને આરક્ષણ મળશે, તેમણે કહ્યું કે,આ અર્ધલશ્કરી દળોમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે.અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પુરા થયા બાદ અગ્નિવીરોની ભરતીમાં 10 ટકાનું આક્ષણ આપવામાં આવશે.

અગ્નિપથ યોજના સામે દેશભરમાં વિરોધ

તેલંગાણાના સિકંદરાબાદમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે દેશના વિવિધ ભાગોમાં સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધના ભાગરૂપે પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગુસ્સે થયેલા યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી, ખાનગી, જાહેર વાહનો, રેલ્વે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી હતી અને હાઈવે અને રેલ્વે લાઈનોને બ્લોક કરી દેવામાં આવી હતી.

Next Article