Plane Crash: સળગતા વિમાનને પાયલોટ રેતીના ટેકરા તરફ લઈ ગયા, પોતાનો જીવ ગુમાવી 2500 લોકોના જીવ બચાવ્યા

|

Jul 29, 2022 | 5:21 PM

મિગ-21 જ્યારે હવામાં હતું ત્યારે તેમાં આગ લાગી હતી. વિમાન દુર્ઘટના (Plane Crash) પહેલા, બંને પાઇલોટે સમજદારી પૂર્વક પ્લેનને રેતાળ કિનારા તરફ લઈ ગયા, જેથી 2500ની વસ્તી ધરાવતા ગામને બચાવી શકાય.

Plane Crash: સળગતા વિમાનને પાયલોટ રેતીના ટેકરા તરફ લઈ ગયા, પોતાનો જીવ ગુમાવી 2500 લોકોના જીવ બચાવ્યા
Two Pilots Save 2500 People Life

Follow us on

રાજસ્થાનના (Rajasthan) બાડમેરમાં ગુરુવારે મોડી રાત્રે વાયુસેનાના ફાઈટર પ્લેન ક્રેશ (Plane Crash) દુર્ઘટનામાં બે પાઈલટ શહીદ થયા હતા. વાયુસેનાના બંને પાયલોટે પોતાના જીવની પરવા કર્યા વિના લગભગ 2500 લોકોના જીવ બચાવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મિગ-21 જ્યારે હવામાં હતું ત્યારે તેમાં આગ લાગી હતી. વિમાન દુર્ઘટના પહેલા, બંને પાઇલોટે સમજદારી પૂર્વક પ્લેનને રેતાળ કિનારા તરફ લઈ ગયા, જેથી 2500ની વસ્તી ધરાવતા ગામને બચાવી શકાય. જેટ ઉડાડનાર વિંગ કમાન્ડર મોહિત રાણા અને ફ્લાઈટ લેફ્ટનન્ટ યુનિક બાલ પાસે તે સમયે બે રસ્તા હતા.

પહેલો રસ્તો ફાઈટર જેટને તાત્કાલિક ઇજેક્ટ કરી ગામમાં લેન્ડ કરવાનો અને બીજો રસ્તો એ હતો કે, જીવને દાવ પર મૂકીને પ્લેનને ગામથી દૂર લઈ જવું, જેથી લોકોને બચાવી શકાય. વાયુસેનાના બંને પાઈલટોએ હિંમત દાખવી, ત્યાગ કરીને બીજો રસ્તો પસંદ કર્યો. તે ફાઈટર જેટને ગામથી 2 કિમી દૂર રેતાળ કિનારા પર લઈ ગયા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આગથી ધગધગતા ફાઈટર જેટે ગામની ઉપર ત્રણ રાઉન્ડ ફર્યા અને ત્યારબાદ પાઈલટોએ તેને ગામથી દૂર છોડી દીધું હતું.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

બંને પાઈલટોને પોતાના જીવની પરવા ન કરી

અકસ્માતના પ્રત્યક્ષદર્શી સંપત રાજનું કહેવું છે કે જ્યારે પ્લેન ગામની ઉપર આવ્યું ત્યારે તેમાં આગ લાગી હતી. પ્લેન નીચે ગામની વસ્તીને આગમાં સળગતી જોઈ, પાઈલટોએ સ્માર્ટ લેન્ડિંગ કર્યું, આ ઘટનામાં બંને પાઈલટ શહીદ થયા હતા. એસપી બાડમેર, દીપક ભાર્ગવે જણાવ્યું કે વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે 9 વાગ્યે તેમનો સંપર્ક કપાઈ ગયો હતો. જે બાદ પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા હતા. આ દુર્ઘટનામાં બંને પાયલોટે જીવ ગુમાવ્યા હતા.

 

 

2500 લોકોના જીવ બચાવી પાયલટ શહીદ થયા

અકસ્માત એટલો ભયાનક હતો કે ફાઈટર પ્લેનનો કાટમાળ લગભગ 1 કિમીની ત્રિજ્યામાં વિખરાઈ ગયો હતો. પ્લેન ક્રેશના સ્થળે દરેક જગ્યા પર આગ જ દેખાતી હતી. આ ઘટનામાં વાયુસેનાના બંને પાયલોટે જીવ ગુમાવ્યો હતો. માહિતી અનુસાર દુર્ઘટના સમયે પ્લેનમાં હાજર બંને પાઈલટના પેરાશૂટ ખુલ્લા ન હતા. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણકારી મળતા જ તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Published On - 5:21 pm, Fri, 29 July 22

Next Article