કુનો નેશનલ પાર્કમાં PM મોદીએ ચિત્તા છોડ્યા બાદ કરી ફોટોગ્રાફી, ઐતિહાસિક ઘટનાને પીએમ મોદીએ કેમેરામાં કરી કેદ

|

Sep 17, 2022 | 2:49 PM

Cheetah National Park: ભારતમાં હવે ચિત્તાની એન્ટ્રી થઈ ગઈ છે. નામિબિયા સાથે થયેલા કરાર મુજબ આજે પીએમ મોદીના જન્મ દિવસે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને PM મોદીએ ખુલ્લા મુક્યા છે. આ ક્ષણને PM મોદીએ તેમના કેમેરામાં પણ કેદ કરી લીધી હતી. ચિત્તાને જંગલમાં છોડ્યા બાદ પીએમ મોદીએ આ ચિત્તાઓની ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.

કુનો નેશનલ પાર્કમાં PM મોદીએ ચિત્તા છોડ્યા બાદ કરી ફોટોગ્રાફી, ઐતિહાસિક ઘટનાને પીએમ મોદીએ કેમેરામાં કરી કેદ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમના 73માં જન્મદિવસે કુનો નેશનલ પાર્ક (Kuno National Park)પહોંચ્યા હતા. આ દિવસ ઘણો જ ખાસ ગણાઈ રહ્યો છે કારણે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ તો છે જ સાથો સાથે પીએમ મોદીએ આજે એક ઐતિહાસિક ઘટનાના પણ સાક્ષી બન્યા છે. ભારત-નામિબિયા વચ્ચે જૂલાઈ માસમાં થયેલા કરાર મુજબ નામબિયાથી 8 ચિત્તા ભારત આવી પહોંચ્યા છે. આ ચિત્તાને પીએમ મોદીએ આજે મધ્યપ્રદેશમાં આવેલા કુનો નેશનલ ફોરેસ્ટ પાર્કમાં ખુલ્લા મુક્યા છે. પીએમ મોદીએ ચિત્તાને છોડ્યા બાદ આ ચિત્તા (Cheetah)ઓની ફોટોગ્રાફી કરતા પણ જોવા મળ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને પીએમ મોદીએ તેમના કેમેરામાં કેદ કરી હતી. આ સાથે ચિત્તાની ફરી ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ચિત્તાઓના પુનર્વસન માટે વર્ષ 1970થી પ્રયાસો હાથ ધરાયા છે. આખરે ભારત નામિબિયા વચ્ચે આ વર્ષે જૂલાઈ માસમાં કરાર થયો હતો. એ પ્રમાણે 8 ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા છે.


આપને જણાવી દઈએ કે ભારતમાં ચિત્તાઓની પ્રજાતિ વર્ષ 1952માં લુપ્ત થઈ ગઈ હતી. વર્ષ 1970માં ભારતમાં ચિત્તાના પુનર્વસનના પ્રયાસો શરૂ થયા હતા. આશરે 70 વર્ષના અંતરાલ બાદ નામિબિયાથી બોઈંગ વિમાનમાં ચિત્તાઓને ભારત લવાયા છે. જેમા ત્રણ નર અને પાંચ માદા ચિત્તા છે. પીએમ મોદીએ તેમના જન્મદિવસે આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં મુક્ત કર્યા છે. આ સાથે ભારતમાં ચિત્તાઓના પુનર્વસનનનો કાર્યક્રમ શરૂ થશે. ભારતમાં પ્રથમવાર બીજા ખંડમાંથી કોઈ પ્રાણીને આ રીતે પુનર્વસન માટે લાવવામાં આવ્યા છે. આ જે ચિત્તા ભારત આવ્યા છે, તેમા ત્રણ નર ચિત્તા છે જેમા બે તો સગા ભાઈઓ છે.

મધ્યપ્રદેશના કુનો નેશનલ ફોરેસ્ટ પાર્કમાં હાલ ત્રણ ચિત્તાને પીએમ મોદીએ મુક્ત કર્યા છે. અન્ય પાંચ ચિત્તાઓને ફોરેસ્ટ પ્રશાસન દ્વારા જંગલમાં છોડવામાં આવશે. આ ચિત્તાઓ માટે એક ખાસ પ્રકારનો વાડો તૈયાર કરવામાં આવ્યો છે. તેમને વાતાવરણ અનુકૂળ આવ્યા બાદ આખુ જંગલ તેમને સોંપી દેવામાં આવશે. ચિત્તાઓને પાર્કમાં છોડ્યા બાદ આ ઐતિહાસિક પળને પીએમ મોદીએ તેમના કેમેરામાં કેદ કરી હતી. ભારતની ધરતી પર ચિત્તાના દૃશ્યોને તેમણે તેમના કેમેરામાં જીલ્યા હતા.

Published On - 11:58 am, Sat, 17 September 22

Next Article