PFIની ઓનલાઈન ગતિવિધિઓ પર પણ પ્રતિબંધ, ડિલિટ કરવામાં આવશે સોશિયલ મીડિયા એકાઉન્ટ

|

Sep 28, 2022 | 6:36 PM

આ પછી તેના ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલ સહિત સંસ્થાની તમામ ઑનલાઈન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયંત્રણો PFI સાથે જોડાયેલા તમામ સંગઠનો પર લાગુ થશે.

PFIની ઓનલાઈન ગતિવિધિઓ પર પણ પ્રતિબંધ, ડિલિટ કરવામાં આવશે સોશિયલ મીડિયા એકાઉન્ટ
PFI's online activities will be banned
Image Credit source: PTI

Follow us on

કેન્દ્ર સરકારે PFIના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઈટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA)ની કલમો હેઠળ 28 સપ્ટેમ્બર, બુધવારે પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પછી તેના ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલ સહિત સંસ્થાની તમામ ઑનલાઈન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયંત્રણો PFI સાથે જોડાયેલા તમામ સંગઠનો પર લાગુ થશે. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ સંસ્થાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે અને તેમના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પણ હટાવી દેવામાં આવશે.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા આનુષંગિકોમાં રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વુમન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન (કેરળ) નો સમાવેશ થાય છે.

ટ્વિટર, ફેસબુક પર નોટિસ મોકલવામાં આવશે

રિપોર્ટ ફાઈલ થાય ત્યાં સુધી PFI, RIF અને AIICની વેબસાઈટ બ્લોક કરી દેવામાં આવી છે. અન્ય સંલગ્ન સંસ્થાઓની વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર આ માહિતી ટેલિકોમ્યુનિકેશન વિભાગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે આપી હતી. આ સિવાય અધિકારીએ કહ્યું કે ટ્વિટર અને ફેસબુકને તેમના દ્વારા કરવામાં આવેલા એકાઉન્ટ અને પોસ્ટને દૂર કરવા માટે નોટિસ મોકલવામાં આવી રહી છે, જે હવે આતંકવાદી સંગઠન છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

વોટ્સએપ એકાઉન્ટ પર નજર રાખવામાં આવશે

પીએફઆઈ “ગેરકાયદેસર સંસ્થા” જાહેર કરવામાં આવી છે અને સંગઠનને કોઈપણ નિવેદનો આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર અન્ય એક અધિકારીએ કહ્યું કે PFI, CFI, RIF અને અન્ય આનુષંગિકો સાથે જોડાયેલા વોટ્સએપ એકાઉન્ટ પર નજર રાખવામાં આવશે અને કોઈપણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ પર કાર્યવાહી કરવામાં આવશે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે જો PFI અથવા તેની કોઈ પણ આનુષંગિક તેમની પ્રવૃત્તિઓ માટે કોઈ પ્રોક્સી સોશિયલ મીડિયા એકાઉન્ટ અથવા વેબસાઈટ ખોલે છે તો તેને પણ બ્લોક કરી શકાય છે.

Next Article