Petrol-Diesel Rate Today: ઈંધણના નવા ભાવ જાહેર, અમદાવાદમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી નીચે, જાણો તમારા શહેરમાં નવા ભાવ 

|

May 22, 2022 | 8:39 AM

Fuel Price Today: એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ પેટ્રોલ 8.69 રૂપિયા અને ડીઝલ 7.05 રૂપિયા સસ્તું થયું છે.

Petrol-Diesel Rate Today: ઈંધણના નવા ભાવ જાહેર, અમદાવાદમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી નીચે, જાણો તમારા શહેરમાં નવા ભાવ 
Petrol Diesel Price Today (file photo)

Follow us on

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવાર, 22 મે 2022 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ ( Petrol-Diesel Rate ) જાહેર કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 8 અને ડીઝલ પર 6 એક્સાઈઝ ડ્યુટી(Excise duty) ઘટાડવાના કારણે ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અનુસાર, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ (Petrol price in Ahmedabad) એક લિટરે 100 રૂપિયાની નીચે જતો રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પેટ્રોલની કિંમત ઘટીને 96.72 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે એક લિટર ડીઝલ માટે હવે 89.62 રૂપિયા ચૂકવવા પડશે. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા બાદ પેટ્રોલ 8.69 રૂપિયા અને ડીઝલ 7.05 રૂપિયા સસ્તું થયું છે. બીજી તરફ મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 113.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા થઈ ગઈ છે. અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રમશઃ 7.16 રૂપિયા અને 7.49 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.

કોલકાતા  અને ચેન્નાઈની વાત કરીએ તો અહીં પણ ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. કોલકાતામાં આજે પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. અગાઉ તેલના ભાવ અનુક્રમે 115.12 રૂપિયા અને 99.83 રૂપિયા પ્રતિ લિટર હતા.

ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા છે. અહીં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 8.22 રૂપિયા અને 6.70 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને ચકાસી શકો છો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સામાન્ય જનતાને મોટી રાહત

મોદી સરકાર દ્વારા ડીઝલ-પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો માટે મોટી રાહત છે. વધતી જતી મોંઘવારી સરકાર માટે સૌથી મોટી ચિંતા બની ગઈ હતી. આના કારણે એક તરફ વૃદ્ધિ અટકી જવાનો ખતરો હતો અને બીજી તરફ રિઝર્વ બેંક (RBI) પર વ્યાજ દર વધારવાનું દબાણ હતું. સરકારના નિર્ણયથી બંને મોરચે રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.46 ટકા વધીને 112.5 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. જ્યારે WTI ક્રૂડની કિંમત 0.35 ટકા વધીને $110.3 પ્રતિ બેરલ થઈ ગઈ છે.

બે મહિનામાં CNG 19.60 રૂપિયા મોંઘો થયો છે

શનિવારે દિલ્લીમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે છેલ્લા બે મહિનામાં 13મી વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્લી અને NCRમાં CNGની કિંમત 73.61 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 75.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

7 માર્ચ પછી ભાવમાં આ 13મો વધારો છે. આ સમયગાળા દરમિયાન એકંદરે CNGની કિંમતમાં 19.60 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં ભાવ 32.21 રૂપિયા પ્રતિ કિલો અથવા 60 ટકા સુધી વધ્યા છે.

Next Article