કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં આપી મોટી રાહત, જાણો એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ તમારા રાજ્યમાં શું થશે ભાવ

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં આપી મોટી રાહત, જાણો એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ તમારા રાજ્યમાં શું થશે ભાવ
Petrol Pump File Image

સરકારે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં ( central excise duty) પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 21, 2022 | 10:42 PM

કેન્દ્ર સરકારે ઈંધણની  કિંમતોમાં (Fuel Price) ઘટાડો કરીને સામાન્ય ગ્રાહકોને મોટી રાહત આપી છે. ગયા વર્ષે દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol and Diesel Price) થયેલા ઘટાડાની તર્જ પર આજે સરકારે ફરી એકવાર ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કર્યો છે. સરકારે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. હકીકતમાં, વધતી જતી મોંઘવારી સરકાર માટે સૌથી મોટી ચિંતા બની ગઈ હતી. તેના કારણે એક તરફ વૃદ્ધિ અટકી જવાનો ખતરો હતો અને બીજી તરફ રિઝર્વ બેંક (RBI) પર દર વધારવાનું દબાણ હતું.

આજના ઘટાડા સાથે સરકારે બંને મોરચે રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે હવે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સસ્તી થશે, જાણો તમારા જ રાજ્યમાં તેલની કિંમતો ઘટાડા બાદ ક્યાં પહોંચી શકે છે.

જુની કિંમત (પેટ્રોલ) નવી કિંમત (પેટ્રોલ) જુની કિંમત (ડીઝલ) નવી કિંમત (ડીઝલ)
દિલ્લી 105.41 95.91 96.67 89.67
મહારાષ્ટ્ર (મુંબઈ) 120.51 111.01 104.77 97.77
પશ્ચિમ બંગાળ (કોલકતા) 115.12 105.62 99.83 92.83
રાજસ્થાન (જયપુર) 118.03 108.53 100.92 93.92
ઉત્તર પ્રદેશ (લખનઉ) 105.25 95.75 96.83 89.83
બિહાર (પટના) 116.23 106.73 101.06 94.06
મધ્ય પ્રદેશ (ભોપાલ) 118.14 108.64 101.16 94.16
ગુજરાત (અમદાવાદ) 105.77 96.27 100.13 93.13
ઉત્તરાખંડ (દેહરાદુન) 103.73 94.23 97.34 90.34
ઝારખંડ (રાંચી) 108.7 99.211 102.02 95.02
હિમાચલ પ્રદેશ (શિમલા) 105.6 96.1 89.42 82.42
તમિલનાડુ (ચેન્નઈ) 110.85 101.35 100.94 93.94

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કહ્યું, હું તમામ રાજ્ય સરકારોને, ખાસ કરીને એવા રાજ્યોને આહ્વાન કરું છું કે જ્યાં છેલ્લા રાઉન્ડ (નવેમ્બર 2021) દરમિયાન કાપ મૂકવામાં આવ્યો ન હતો, સમાન કાપ લાગુ કરવા અને સામાન્ય માણસને રાહત આપવા હું ઈચ્છું છું. પેટ્રોલના ભાવમાં ઘટાડાથી સામાન્ય માણસને મોટી રાહત મળવાની છે.

વિપક્ષ દ્વારા થઈ રહ્યો હતો વિરોધ

છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા ઉપરાંત એલપીજીના ભાવમાં પણ સતત વધારો થયો છે. જેના કારણે લોકોના બજેટને માઠી અસર થઈ રહી છે. તેને જોતા તમામ વિપક્ષી પાર્ટીઓ તેમજ નિષ્ણાતો ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા હતા. સરકાર પર પણ ભાવ ઘટાડવાનું દબાણ વધી રહ્યું હતું. કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટીએ સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી હતી. જોકે, હવે સરકારે સામાન્ય માણસની સમસ્યાને સમજીને ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati