Performance Grading Index: શાળા શિક્ષણ વ્યવસ્થાનો પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેકસ જાહેર, ગુજરાતને મળ્યો A+ ગ્રેડ

|

Jun 07, 2021 | 4:23 PM

2019-20ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ, અંદમાન-નિકોબાર અને કેરળ ઉચ્ચતમ A ++ગ્રેડ આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને દાદરા નગર હવેલીને A + ગ્રેડ આપવામાં આવ્યો છે.

Performance Grading Index: શાળા શિક્ષણ વ્યવસ્થાનો પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેકસ જાહેર, ગુજરાતને મળ્યો A+ ગ્રેડ
ફાઈલ ફોટો

Follow us on

Performance Grading Index: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (PGI) જાહેર કર્યો હતો. 2019-20ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ, અંદમાન-નિકોબાર અને કેરળ ઉચ્ચતમ A ++ગ્રેડ આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને દાદરા નગર હવેલીને A + ગ્રેડ આપવામાં આવ્યો છે.

 

PGI (Performance Grading Index)ની શરુઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શાળા અને શિક્ષણમાં બદલાવ લાવવાના હેતુ માટે કરવામાં આવી હતી. આ ઈન્ડેક્ષ પ્રથમ વખત 2019માં જાહેર કરવામાં આવ્યો હતો. જેના માટે 2017-18માં રાજ્યો (States)અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union territory)દ્વારા કરવામાં આવેલી પહેલને ધ્યાનમાં રાખવામાં આવી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

હાલમાં જાહેર કરેલા ઈન્ડેક્ષમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ, અંદમાન અને નિકોબાર દ્રીપ સમુહ અને કેરળને A++ ગ્રેડ આપવામાં આવ્યો છે. આ સિવાય અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ગત્ત વર્ષની તુલનામાં તેમના ગ્રેડમાં સુધારો કર્યો છે.

 

અંદમાન-નિકોબાર દ્રીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, પંજાબ અને તમિલનાડુએ PGI (Performance Grading Index)સ્કોરમાં 10 ટકાનો એટલે કે 100થી વધુ અંકનો સુધારો કર્યો છે. જ્યારે અંદમાન-નિકોબાર દ્રીપ સમુહ, લક્ષદ્રીપ અને પંજાબ આ મામલે 8થી 10 ટકા જેટલો સુધારો જોવા મળ્યો છે.

 

13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઈન્ફાસ્ટ્રક્ચર અને સુવિધાઓ મામલે 15 અંકથી વધુ સુધાર લાવ્યો છે તો અંદમાન-નિકોબાર દ્રીપ સમુહ અને ઓડિશાએ 20 ટકાથી વધુ સુધારો જોવા મળ્યો છે. અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ઓડિશાએ 20 ટકાનો સુધારો જોવા મળ્યો છે.

 

આ સિવાય 19 રાજ્યો (States) અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union territory)એ શાસન સંચાલન મામલે 36 અંકથી વધુનો સુધારો કર્યો છે. આ સિવાય અંદમાન-નિકોબાર દ્રીપ સમુહ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળે અંદાજે 20 ટકા એટલે કે 72 અંકથી વધારાનો સુધારો કર્યો છે.

 

આ ઈન્ડેક્સ વિવિધ પહેલ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union territory)ને શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામે પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે. આ સિવાય આ ગ્રેડ બધા જ રાજ્ય (States) અને કેન્દ્ર શાસિત પ્રદેશોની શિક્ષાના ક્ષેત્રમાં ખામીઓ શોધી તેના પર કામ કરવાની પણ મદદ કરે છે.

 

PGI (Performance Grading Index)એકીકૃત જિલ્લા માહિતી સિસ્ટમ પ્લસ, નેશનલ અચિવમેન્ટ સર્વે, મધ્યાન ભોજન, જાહેર નાણાકીય વ્યવસ્થાપન સિસ્ટમ અને શગુન પોર્ટલ દ્વારા પ્રાપ્ત આંકડાઓના આધાર પર શાળાના શિક્ષણમાં કામગીરીનું મુલ્યાંકન કરે છે. આ ડેટા તમામ શાળા શિક્ષણ વિભાગ દ્વારા જાળવવામાં આવે છે. PGIમાં રાજ્યોના એક્સેસ, ઈન્ફાસ્ટ્રક્ચર ઈક્વિટી સહિત 70 માપદંડોમાં કુલ 1,000 અંકો પર સ્કોર કરવામાં આવે છે.

ક્યા રાજ્યને ક્યો ગ્રેડ મળ્યો

ગ્રેડ રાજ્ય
ગ્રેડ A + + પંજાબ,ચંદીગઢ,તમિલનાડુ, આંદમાન-નિકોબાર અને કેરેળ
ગ્રેડ A + ગુજરાત,રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, પુડુચેરી, દાદરા નગર હવેલી
ગ્રેડ I આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને દમણ દીવ
ગ્રેડ II ઉત્તરાખંડ, ગોવા, ઝારખંડ, લક્ષદ્રીપ, મણિપુર, સિક્કિમ, તેલંગણા, જમ્મુ-કાશ્મીર
ગ્રેડ III મધ્યપ્રદેશ, આસામ, બિહાર, મિઝોરમ
ગ્રેડ IV અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ
ગ્રેડ V મેઘાલય
ગ્રેડ VII લદ્દાખ

 

પ્રથમ વખત PGI 2019માં જાહેર કરાયો હતો

PGIની શરુઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ શિક્ષણમાં સુધારો લાવવા માટે કરી હતી. જેમાં 70 માપદંડનો એક સેટ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગ્રેડ આપવામાં આવતો હતો. પ્રથમ વખત આ ઈન્ડેકક્ષ 2019માં જાહેર કરવામાં આવ્યો હતો. જેના માટે 2017-18માં રાજ્યો (States) અને કેન્દ્ર શાસિત પ્રદેશો (Union territory)દ્વારા કરવામાં આવેલી પહેલને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી આજે સાંજે પ વાગે દેશને કરશે સંબોધન

Next Article