સાયરા બાનોના હોવા છતાં દિલીપ કુમારે કેમ કર્યા હતા બીજા લગ્ન? જેને પાછળથી ગણાવી ‘ગંભીર ભૂલ’

દિલીપ કુમારનું 7 જુલાઈએ નિધન થયું. તેમના અંતિમ સમયમાં સાયરા બાનુએ ખુબ સાથ આપ્યો. પરંતુ એક સમય એવો હતો કે સાયરા અને દિલીપ કુમારના સંબંધમાં ખટાસ આવી ગઈ હતી.

સાયરા બાનોના હોવા છતાં દિલીપ કુમારે કેમ કર્યા હતા બીજા લગ્ન? જેને પાછળથી ગણાવી 'ગંભીર ભૂલ'
દિલીપ કુમાર સાયરા બાનો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:13 AM

ટ્રેજડી કિંગ દિલીપ કુમારે (Dilip Kumar) 7 જુલાઈએ આપણી વચ્ચેથી વિદાય લીધી. દિલીપ કુમારનું જીવન ખુબ ઉતાર ચડાવવાળું રહ્યું હતું. તેમના જીવનનાં અનેક કિસ્સાઓ આજે પણ લોકો વાગોળે છે. ખાસ તો તેમના લગ્નજીવનની વાત આવે ત્યારે ચર્ચાઓ તેજ બની જાય છે. દિલીપ કુમાર અને સાયરા બાનો (Saira Banu) ના પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે. સાયરા દિલીપકુમાર કરતા 22 વર્ષ નાના છે. તેમ છતાં આ જોડી હંમેશા સાથે રહી. સાયરાએ દિલીપ કુમારના અંતિમ સમયમાં તેમની ખુબ સેવા કરી.

દિલીપ કુમારના બીજા લગ્ન

પરંતુ દિલીપ કુમારે સાયરા સાયરા સાથેના લગ્નના 16 વર્ષ બાદ એક એવું પગલુ ભર્યું જેનાથી સાયરા બાનોનું દિલ ટુટી ગયું હતું. દિલીપ કુમારે તે સમયે બીજા લગ્ન કરી લીધા હતા. વાત છે 1981 ની. દિલીપ કુમારે આ વર્ષે પાકિસ્તાની યુવતી અસમા રેહમાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન માત્ર બે વર્ષ જ ટક્યા. પરંતુ તેની ચર્ચાઓ ફિલ્મ જગત અને સામાન્ય લોકોમાં વર્ષો સુધી રહી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દિલીપ કુમારે કહી ‘ગંભીર ભૂલ’

દિલીપ કુમારની મુલાકાત આસમા રેહમાન સાથે એક ક્રિકેટ મેચ દરમિયાન થઇ હતી. હૈદરાબાદમાં મેચ જોતા સમયે તેમની બજેમ ફૌઝિયા અને સઈદા દ્વારા તેમની ઓળખાણ અસમા સાથે કરાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ વિશે દિલીપ કુમારે તેમની આત્મકથામાં ઉલ્લેખ કર્યો. તેમણે આ આત્મકથામાં બીજા લગ્નને ‘ગંભીર ભૂલ’ ગણાવી હતી.

દિલીપ કુમારની આત્મકથામાં લખ્યું છે કે, “તે મારા જીવનનો એક એવો એપિસોડ છે જેને હું ભૂલી જવા માંગુ છું. જેને મેં અને સાયરાએ હંમેશા માટે ગુમનામીમાં ધકેલી દીધો છે. તે એક ‘ગંભીર ભૂલ’ હતી. જે મેં અસમા નામની મહિલા સાથે જોડાવાના ગંભીર દબાણમાં કરી હતી. અસમાને હું હૈદરાબાદમાં એક ક્રિકેટ મેચ દરમિયાન મળ્યો હતો.

કેમ કર્યા હતા બીજા લગ્ન

કહેવાય છે કે એ સમયે સાયરા પોતાની કારકિર્દીની ટોચ પર હતા. અને સમાચાર આવ્યા કે તેઓ ગર્ભવતી થયા છે. દિલીપ કુમાર પણ ખુશ હતા. આવી સ્થિતિમાં તેમણે સાયરા બાનોને કહ્યું કે તેઓ આ દરમિયાન કામના કરે. પરંતુ સાયરા બાનો પાસે ઘણા પ્રોજેક્ટ્સ હતા. તેઓ કામ બાબતે વચનબદ્ધ હતા અને તેમણે દિલીપને વિશ્વાસ અપાવ્યો કે તેઓ તબિયતનું ધ્યાન રાખીને કામ કરશે.

કયા સ્વાર્થ માટે કર્યા હતા લગ્ન?

કહેવાય છે કે નસીબમાં હોય તેથી વિશેષ કંઈ ના મળે. આ દરમિયાન જ ખુબ માઠા સમાચાર આવ્યા. કદાચ દિલીપ-સાયરાના જીવનમાં બાળકનું સુખ લખાયું નહીં હોય. શૂટિંગ દરમિયાન સાયરાની તબિયત લથડી અને તેમના ગર્ભનું મિસકૈરેજ થયું હતું. આ સમય હતો જ્યારે ગર્ભ 8 મહિનાનો હતો. દિલીપ કુમાર અને સાયરાના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો. બંને ખુબ રડ્યા. આ બાદ એવું કહેવામાં આવે છે કે દિલીપ કુમારે બાળકની ખુશી મેળવવા માટે અસમા રેહમાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમ છતાં આ ખુશી મળી નહીં.

આ પણ વાંચો: Photos : જન્નતમાં પ્રતિબંધો હળવા, પ્રવાસીઓ અલૌકિક સુંદરતા પર મોહ્યા

g clip-path="url(#clip0_868_265)">