18 વર્ષથી મોટી વ્યક્તિ ઇચ્છાથી ધર્મ પસંદ કરી શકે છે – સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન બંધ કરવા સંબંધિત અરજીને ફગાવી દીધી

|

Apr 10, 2021 | 11:27 AM

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે કાળા જાદુ અને જબરદસ્તીથી ધર્માન્તરણને નિયંત્રણમાં લેવા કેન્દ્રને નિર્દેશ આપવાની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવતા સુપ્રીમે કહ્યું કે 18 વર્ષથી વધુ વ્યની વ્યક્તિ પોતાનો ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

18 વર્ષથી મોટી વ્યક્તિ ઇચ્છાથી ધર્મ પસંદ કરી શકે છે - સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન બંધ કરવા સંબંધિત અરજીને ફગાવી દીધી
Supreme Court

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે કાળા જાદુ અને જબરદસ્તીથી ધર્માન્તરણને નિયંત્રણમાં લેવા કેન્દ્રને નિર્દેશ આપવાની અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે 18 વર્ષથી વધુ વ્યની વ્યક્તિ પોતાનો ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

ન્યાયાધીશ આરએફ નરીમાન, જસ્ટીસ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ ઋષિકેશ રોયની ખંડપીઠે અરજદાર એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય તરફથી હાજરી આપતાં સિનિયર એડવોકેટ શંકરનારાયણને અરજદારને કહ્યું, ‘કલમ 32 હેઠળ આ કેવા પ્રકારની અરજી છે? અમે તમારા પર ભારે દંડ લાદીશું. તમે તમારા પોતાના જોખમે દલીલ કરશો.’

લો કમિશન સમક્ષ રિપોર્ટ ફાઈલ કરવાની મંજૂરી માંગી છે

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ખંડપીઠે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના કોઈને પણ વ્યક્તિને તેના ધર્મની પસંદગી કરવાની મંજૂરી ન આપવાનું કોઈ કારણ નથી. ખંડપીઠે શંકરનારાયણને કહ્યું, “બંધારણમાં પ્રચાર શબ્દનો સમાવેશ કરવા પાછળનું કારણ છે.” આ પછી, શંકરનારાયણે આ અરજી પરત ખેંચવાની અને સરકાર અને કાયદા પંચ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરવાની મંજૂરી માંગી હતી.

આ ખંડપીઠે લો કમિશન સમક્ષ રિપોર્ટની મંજૂરી આપવાની ના પાડી હતી. રીપોર્ટની મંજુરીની ના પાડતા ખંડપીઠે કહ્યું હતું કે, અમે તમને આ પરવાનગી આપી શકતા નથી. કોર્ટે પાછી ખેંચવામાં આવેલી અરજીના રૂપમાં આનો નિકાલ કર્યો છે.

જાહેર છે કે ધર્મ પરિવર્તનના મુદ્દે દેશમાં ઘણી ચર્ચાઓ થઇ રહે છે. આ બાબતે સુપ્રીમમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કાળા જાદુ અને જબરદસ્તીથી ધર્માન્તરણને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની વાત કરવામાં આવી હતી . જેને લઈને સુપ્રીમે કહ્યું હતું કે 18 વર્ષથી વધુ ઉંમરના કોઈને પણ વ્યક્તિને તેના ધર્મની પસંદગી કરવાની મંજૂરી ન આપવાનું કોઈ કારણ નથી.

 

આ પણ વાંચો: રેલીઓમાં કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનને લઈને ચૂંટણી પંચની આંખ ઉઘડી, રેલીઓ બેન કરવાની આપી ધમકી

Next Article