Railway : ખુશખબર, મુસાફરોને રેલવે સ્ટેશન પર જ મળશે માત્ર 40 રૂપિયામાં શાનદાર રુમ, PNR નંબરથી કરાવી શકાય છે બુકિંગ

|

Jan 16, 2023 | 1:44 PM

જો તમે પણ વારંવાર ટ્રેનની મુસાફરી કરો છો તો તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો અને તમે 20 થી 40 રુપિયામાં તમે એક શાનદાર રુમ બુક કરાવી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારા પાસે PNR નંબર હોવો જરુરી છે.

Railway : ખુશખબર, મુસાફરોને રેલવે સ્ટેશન પર જ મળશે માત્ર 40 રૂપિયામાં શાનદાર રુમ, PNR નંબરથી કરાવી શકાય છે બુકિંગ
Symbolic Image

Follow us on

ભારતીય રેલવેમા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. જેનો લાભ મેળવીને આપણે હજારો રુપિયા બચાવી શકીએ છીએ. પરંતુ ઘણા લોકો આ સુવિધા વિશે માહિતગાર હોતા નથી. શિયાળામાં ધુમ્મસ અને ઠંડીના કારણે ઘણી વાર ટ્રેન મોડી પડે છે. જેના કારણે મુસાફરોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમે પણ વારંવાર ટ્રેનની મુસાફરી કરો છો તો તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો . તમે 20 થી 40 રુપિયામાં એક શાનદાર રુમ બુક કરાવી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારા પાસે PNR નંબર હોવો જરુરી છે.

ટ્રેન મોડી હોય ત્યારે મદદરુપ

શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી પડે છે. આવી પરિસ્થિતિમાં મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર ટ્રેન 2, 4 અને 8 કલાક પણ મોડી પડે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને મોંઘી હોટલોમા રાત્રી રોકાણ કરવુ પડે છે. પરંતુ મોટાભાગના લોકો નાણાના અભાવના કારણે રેલવે સ્ટેશન પર જ ઠંડા પવનમા બેસવા માટે મજબૂર હોય છે.

આવી સ્થિતિમાં તમે રેલવેના રિટાયરિંગ રૂમનો લાભ લઈ શકો છો. અહીં તમે 48 કલાક રોકાઈ શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે અહીં તમે ખૂબ જ ઓછા પૈસામા આ સુવિધાનો લાભ મેળવી શકો છો. અહીં તમારી પાસે ચાર્જ માત્ર 20 થી 40 રૂપિયા જ લેવામાં આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો : ભારતના આ છે ટોપ 5 લક્ઝરી ક્રૂઝ , જેમાં ઓછા ખર્ચે તમે મુસાફરીનો આનંદ માણી શકો છો !

આ રીતે રિટાયરિંગ રૂમ બુક કરો

હવે તમારી સામે સૌથી મોટી સમસ્યા એ છે કે રિટાયરિંગ રૂમનું બુકીંગ કેવી રીતે કરી શકાય. આ માટે તમારે PNR નંબરની જરૂર પડે છે. જેનાથી તમે રિટાયરિંગ રૂમનું બુકિંગ PNR નંબર દ્વારા કરવી શકો છો. મોટાભાગના રેલવે સ્ટેશનો પર તમને AC અને Non AC (AC/Non AC) રૂમના વિકલ્પ મળે છે. તમે આ https://www.rr.irctctourism.com/#/home વેબસાઇટ દ્વારા તમારા રુમની બુકીંગ કરી શકો છો.

આ સુવિધા એવા મુસાફરો માટે જ છે જે લોકો પાસે કન્ફર્મ ટિકિટ અથવા આરએસી છે. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો આ સુવિધાનો લાભ મેળવી શકતા નથી. તમને જણાવી દઈએ કે જો તમે 500 કિમીથી વધુની મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સુવિધા તમને જનરલ ટિકિટ પર પણ મેળવી શકાય છે. આ સિવાય એક PNR નંબર પર માત્ર એક રૂમની નોંધણી કરાવી શકાય છે.આ સુવિધા દેશના મુખ્ય રેલવે સ્ટેશ જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ પર ઉપલબ્ધ છે.

Next Article