Parliament Update: લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, અધ્યક્ષે રાજ્યસભાના સાંસદોનું સસ્પેન્શન પાછુ ખેંચવાની વિનંતી ફગાવી

|

Nov 30, 2021 | 11:56 AM

12 સાંસદને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી હતી. રાજ્યસભાના આ 12 સાંસદો 23 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં ભાગ લઈ શકશે નહીં

Parliament Update: લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, અધ્યક્ષે રાજ્યસભાના સાંસદોનું સસ્પેન્શન પાછુ ખેંચવાની વિનંતી ફગાવી
Lok Sabha Speaker rejects Rajya Sabha MPs' request to withdraw suspension

Follow us on

Parliament Update: સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસે પણ હોબાળા સભર રહ્યો. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી દળોએ અનેક મુદ્દાઓ પર હંગામો શરૂ કર્યો હતો. 12 સાંસદને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી હતી. રાજ્યસભાના આ 12 સાંસદો 23 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં ભાગ લઈ શકશે નહીં. મંગળવારે, કેન્દ્ર સરકાર લોકસભામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ (સેલેરી અને કન્ડિશન્સ ઓફ સર્વિસીસ) એમેન્ડમેન્ટ બિલ રજૂ કરી શકે છે.

આ પહેલા સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં ચર્ચા કર્યા વિના ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે સરકારે ચર્ચા કર્યા વિના જ આ કાયદાઓ પાછા ખેંચી લીધા. આ સત્રમાં સરકાર લગભગ 26 બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં વીજળી, પેન્શન, નાણાકીય સુધારા સંબંધિત ઓછામાં ઓછા અડધો ડઝન બિલનો સમાવેશ થાય છે. 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન

12 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં વિપક્ષી દળો સંયુક્ત રીતે સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ સહિત અન્ય પાર્ટીઓ પણ સામેલ છે.

 

સાંસદોના સસ્પેન્શન દ્વારા વિપક્ષને ડરાવવાનો પ્રયાસ – અધીર રંજન ચૌધરી

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે રાજ્યસભામાં અમારા સાથીદારોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સોનિયા ગાંધી અને ટીઆર બાલુના નેતૃત્વમાં ગૃહનો બહિષ્કાર કર્યો છે. તેમણે કહ્યું, “અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સસ્પેન્શન દ્વારા ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સરકારની નવી રીત છે. આપણી પાસે ડરાવવા, ધમકાવવાની, આપણા મનની વાત કરવાની તક છીનવી લેવાની નવી રીત છે.

કોંગ્રેસ અને TMC સાંસદોનો રાજ્યસભામાંથી વોકઆઉટ 

સ્પીકરે 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતીને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસ અને TMC સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો

સાંસદોના સસ્પેન્શન મુદ્દે ખડગેએ કહ્યું કે માફી માંગવાનો પ્રશ્ન જ નથી

12 સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે માફી માંગવાનો સવાલ જ ઊભો થતો નથી. તેમણે કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન નિયમોની વિરુદ્ધ છે અને તેને પાછું ખેંચવું જોઈએ. તેમણે કહ્યું કે સાંસદોને જવાબ આપવા દેવા જોઈએ. આ અંગે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કહ્યું કે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતીને ફગાવી દીધી હતી.

લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

કોંગ્રેસ, ડીએમકે અને નેશનલ કોન્ફરન્સે લોકસભામાંથી વોકઆઉટ કર્યું. હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Next Article