TMCના મહિલા સાંસદ કાચા રીંગણ લઈને સંસદમાં પહોચ્યા અને ખાવા લાગ્યા, જાણો સમગ્ર મામલો

|

Aug 01, 2022 | 5:40 PM

ટીએમસી (TMC) સાંસદે મોંઘવારીના વિરોધમાં આ પદ્ધતિ અપનાવી હતી. મોંઘવારી પર ચર્ચા દરમિયાન ટીએમસી સાંસદ કાકોલી ઘોષે કહ્યું કે એલપીજી એટલો મોંઘો છે કે વ્યક્તિએ કાચા શાકભાજી ખાવાનો આશરો લેવો પડે છે.

TMCના મહિલા સાંસદ કાચા રીંગણ લઈને સંસદમાં પહોચ્યા અને ખાવા લાગ્યા, જાણો સમગ્ર મામલો
Parliament Monsoon Session

Follow us on

સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) ચાલી રહ્યુ છે. જે અંતર્ગત સરકાર અને વિપક્ષ વચ્ચેના વિરોધનો અંત આવ્યા બાદ સોમવારે બપોરથી મોંઘવારી પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ટીએમસીના (TMC) મહિલા સાંસદ કાકોલી ઘોષે લોકસભામાં (Lok Sabha) કાચા રીંગણ બતાવ્યા હતા. જે બાદ તેમણે તે રીંગણ કાપીને ખાધું હતું. ટીએમસી સાંસદે મોંઘવારીના વિરોધમાં આ પદ્ધતિ અપનાવી હતી. મોંઘવારી પર ચર્ચા દરમિયાન ટીએમસી સાંસદ કાકોલી ઘોષે કહ્યું કે એલપીજી એટલો મોંઘો છે કે વ્યક્તિએ કાચા શાકભાજી ખાવાનો આશરો લેવો પડે છે. મોંઘવારી પર ચર્ચા દરમિયાન, TMC સાંસદ કાકોલી ઘોષે કહ્યું કે તે ભાવ વધારા પર ચર્ચાની મંજૂરી આપવા બદલ સ્પીકરના આભાર માને છે.

TMC સાંસદે સિલિન્ડરના ભાવ ઓછા કરવાની માંગણી કરી

કાચા રીંગણ બતાવીને મોંઘવારીનો વિરોધ કરનારા ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે ચર્ચા દરમિયાન એલપીજી સિલિન્ડરની કિંમત ઓછી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. પહેલા એલપીજી 600 રૂપિયા હતો જે હવે 1100 રૂપિયા છે. તેમણે વધુમાં કહ્યું કે શું સરકાર ઈચ્છે છે કે આપણે કાચા શાકભાજી ખાઈએ. સાંસદે કહ્યું કે સિલિન્ડરના દર ઘટાડવા જોઈએ.

આ વર્ષે અત્યાર સુધીમાં સિલિન્ડરની કિંમત આઠ વખત વધી

સિલિન્ડરના ભાવમાં સતત વધારાથી સામાન્ય જનતા પરેશાન છે. જેના કારણે સામાન્ય રીતે દરેકના ઘરનું બજેટ બગડી જાય છે. સિલિન્ડરની કિંમતોમાં વધારાનું કારણ એ છે કે જુલાઈમાં એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે છેલ્લા એક વર્ષમાં દરમાં આઠમો વધારો છે. જે બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બિન-સબસિડી વગરના એલપીજીની કિંમત 14.2 કિલોગ્રામ સિલિન્ડર દીઠ 1,053 રૂપિયા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સાંસદોનું સસ્પેન્શન રદ થયા બાદ મોંઘવારી પર ચર્ચા શરૂ થઈ

ગૃહમાં મોંઘવારી પર ચર્ચાનું આયોજન કરવા માટે ઘણા દિવસોથી પ્રયાસો ચાલુ છે. જે અંતર્ગત સરકાર અને કોંગ્રેસ સહિત અન્ય તમામ વિરોધ પક્ષો મોંઘવારી અંગે ચર્ચા કરવા તૈયાર હતા. પરંતુ કોંગ્રેસ ચર્ચા બાદ મતદાન કરવા માંગતી હતી. જ્યારે સરકાર માત્ર ચર્ચા ઇચ્છતી હતી. આ પછી કોંગ્રેસે સસ્પેન્ડેડ સાંસદોનું સસ્પેન્શન રદ કરવાની માગ કરી હતી. આ સ્વીકારીને સ્પીકરે સસ્પેન્શન પાછું ખેંચ્યું હતું. આ પછી સોમવારે બપોરે ગૃહમાં મોંઘવારી પર ચર્ચા શરૂ થઈ હતી.

Published On - 5:40 pm, Mon, 1 August 22

Next Article