જાણો કોણ છે સાંસદ પ્રતાપ સિમ્હા, જેમના પાસ પર આરોપીઓ સંસદમાં ઘુસ્યા
પ્રતાપ સિંહા મૈસૂરથી ભાજપના સાંસદ છે. પ્રતાપ સિંહાએ વર્ષ 2014થી રાજનીતિની શરૂઆત કરી હતી. તેમણે 2014માં મૈસૂર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી અને 32,000 મતોના જંગી માર્જિનથી જીત મેળવી હતી. પ્રતાપે ફરી વર્ષ 2019 માં મૈસૂરથી લોકસભા ચૂંટણી લડી અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને લોકસભા બેઠક જીતી.

બુધવારે દેશની નવી સંસદની સુરક્ષામાં મોટી ખામી સામે આવી હતી. લોકસભાની કાર્યવાહી દરમિયાન બે વ્યક્તિઓ ગૃહમાં ઘૂસ્યા હતા અને તેણે કોઈ સ્પ્રે કર્યો હતો. ત્યારબાદ ગૃહમાં હંગામો મચ્યો હતો. સાંસદોએ આ ઘટનાને સુરક્ષામાં મોટી ખામી ગણાવી હતી. આ દરમિયાન એવી માહિતી સામે આવી રહી છે કે જે સાંસદના પાસ દ્વારા આરોપી સંસદમાં પ્રવેશ્યો તે પ્રતાપ સિંહા છે.
પ્રતાપ સિમ્હા કર્ણાટકના મૈસૂરથી સાંસદ
પ્રતાપ સિંહા ભાજપના નેતા છે. આ પાસ સાંસદ પ્રતાપ સિમ્હાના સંદર્ભમાં બનાવવામાં આવ્યો હતો. પાસની નીચે સાંસદનું નામ લખેલું છે. પ્રતાપ સિમ્હા કર્ણાટકના મૈસૂરથી સાંસદ છે. તેઓ બીજી વખત સંસદ પહોંચ્યા છે. આરોપીનું નામ સાગર છે અને તે હાલ પોલીસ કસ્ટડીમાં છે.

ગૃહમાં પ્રેક્ષક ગેલેરીમાંથી નીચે કૂદી પડેલા બે લોકોને પકડનારા કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ આ ઘટના વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે તેના હાથમાં કંઈક હતું જેમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો. મેં તેને છીનવીને બહાર ફેંકી દીધો. આ એક મોટી સુરક્ષા ખામી છે.
Anti-terror unit special cell of the Delhi Police arrives inside the Parliament to question the people who caused the security breach at the Lok Sabha. https://t.co/ESTLeYF4Fv
— ANI (@ANI) December 13, 2023
આ પણ વાંચો : બ્રેકિંગ ન્યૂઝ: દાનિશ અલીએ જણાવ્યું કે કયા સાંસદના મહેમાન હતા હુમલાખોર, નામ પણ કર્યું જાહેર
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, શૂન્યકાળ દરમિયાન બનેલી ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે માત્ર ધુમાડો હતો અને ચિંતા કરવાની જરૂર નથી.
કોણ છે પ્રતાપ સિંહ?
નોંધનીય છે કે પ્રતાપ સિમ્હા મૈસૂરથી ભાજપના સાંસદ છે. પ્રતાપ સિંહાએ વર્ષ 2014થી રાજનીતિની શરૂઆત કરી હતી. તેમણે 2014માં મૈસૂર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી અને 32,000 મતોના જંગી માર્જિનથી જીત મેળવી હતી. પ્રતાપે ફરી વર્ષ 2019 માં મૈસૂરથી લોકસભા ચૂંટણી લડી અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને 1.39 લાખ મતોના માર્જિનથી મૈસૂર લોકસભા બેઠક જીતી.
