ભારતથી સેંકડો કિલોમીટર દૂર રહેલા એક શખ્સને પુસ્તકના માધ્યમથી જાણ થાય છે કે ભારત એક નબળો પરંતુ ખૂબ ધનવાન દેશ છે અને જો ત્યાં કોઈપણ રાજાને હરાવી દેવામાં આવે તો લખલૂટ ખજાનો મળશે. એ શખ્સે ખજાનાની લાલચમાં ભારત પર 1 કે 2 વખત નહીં પરંતુ 17 વખત ચડાઈ કરી અને આ 17 માંથી એક હુમલામાં આ આક્રાંતાએ ભારતના સૌથી મોટા મંદિરો પૈકી એક સોમનાથ મંદિરને લૂંટ્યુ. આ હુમલા બાદ જ ભારતમાં તેને એક આક્રાંતા તરીકે જોવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો તેને ઈસ્લામનો ફેલાવો કરનારા જેહાદ્દી તરીકે પણ ઓળખાવે છે. જો કે સૌથી વધુ ધૃણાસ્પદ બાબતો એ છે કે આજે આ આક્રાંતા પાકિસ્તાનમાં ખૂબ ફેમસ છે અને તેની મિસાઈલ અને એરિયા સહિતના નામ આ આક્રમણકર્તાના નામ પરથી રાખે છે. એ ક્રુર આક્રાંતાનું નામ છે મહમુદ ગઝની. કેટલાક કટ્ટરવાદીઓ ગઝનીને કેમ ઈસ્લામનો મસીહા ગણાવે છે? ગઝનીએ અલબિરુની નામના એક અરબ યાત્રિકના પુસ્તકમાં ભારતના ખજાના, સુંદરતા, બેનમૂન કલાકૃતિઓ વિશે વાંચ્યુ હતુ. આજે આપને ગઝનીના...
Published On - 8:19 pm, Tue, 25 February 25