અલગાવવાદી નેતાના સમર્થનમાં PAK, ભારતીય અધિકારીને સમન મોકલીને કહ્યું-યાસિન મલિક પર લાગવેલા આરોપ ‘ઉપજાવી કાઢેલા’

|

May 20, 2022 | 7:35 AM

(Pakistan) પાકિસ્તાને અલગાવવાદી નેતા યાસિન મલિક(Yasin Malik)નું સમર્થન કર્યું છે. અને ભારતીય અધિકારીને ત્યાંના વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા છે તથા એક સમન પાઠવ્યું છે.

અલગાવવાદી નેતાના સમર્થનમાં PAK, ભારતીય અધિકારીને સમન મોકલીને કહ્યું-યાસિન મલિક પર લાગવેલા આરોપ ઉપજાવી કાઢેલા
Yasin Malik

Follow us on

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે કાશ્મીરી હુર્રિયત નેતા  યાસિન મલિક હાલમાં દિલ્લીની તિહાડ જેલમાં કેદ છે. (Pakistan) પાકિસ્તાને અલગાવવાદી નેતા યાસિન મલિક (Yasin Malik) નું સમર્થન કર્યું છે. અને ભારતીય અધિકારીને ત્યાંના વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા છે તથા એક સમન પાઠવ્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે કાશ્મીરી (Kashmir) અલગાવવાદી નેતા યાસિન મલિક સામે ‘ઉપજાવી કાઢેલા આરોપો’ લગાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને કોર્ટે દોષિત ઠેરવ્યો છે અને મલિકને કેટલી સજા મળશે તે અંગે કોર્ટમાં 25મી મેના રોજ ચર્ચા થશે. ત્યારે ભારતીય રાજનયિકને પાકિસ્તાને ગંભીર ચિંતાથી માહિતગાર કરાવ્યા છે કે સ્વદેશી કાશ્મીરી નેતૃત્વનો અવાજ દબાવવા માટે ભારત સરકારે મલિકને કાલ્પનિક અને પ્રેરિત મુદ્દામાં ફસાવવાનો સહારો લીધો છે. ભારતીય પક્ષને 2019થી અમાનવીય પરિસ્થિતિઓ હેઠળ તિહાડ જેલમાં કેદ મલિકની પરિસ્થિતિથી માહિતગાર કરાવવામાં આવ્યા છે. પાકિસ્તાને મલિકની ભારે ચિંતા કરી ભારત સરકારને મલિકને બધા જ ‘પાયા વિહોણા આરોપો’માંથી મુક્ત કરીને તત્કાળ જેલમાંથી મુક્ત કરવા માટે આહ્વાહન કર્યું છે. જેથી મલિક તેના પરિવારને ફરીથી મળી શકે. તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકે તેમજ સામાન્ય  જીવનમાં પરત ફરી શકે. આ બધા જ મુદ્દાનો ઉલ્લેખ કરીને ભારતીય અધિકારીને સમન મોકલામાં આવ્યું છે.

મલિકે આરોપોને કર્યો હતો સ્વીકાર

અગાઉ મલિકે પોતાન પર લાગેલા તમામ આરોપો સ્વીકાર્યા હતા. મલિકને તાજેતરમાં જ વર્ષ 2017માં કાશમીર ખીણને પરેશાન કરનારા કથિત આતંકવાદ અને અલગાવવાદી ગતિવિધીઓ સંબંધિત એક કેસમાં દિલ્લીની અદાલતે દેષિત ઠેરવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારતે પાકિસ્તાનને વારંવાર કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર હંમેશાંથી ભારતનું હતું અને ભારતનું રહેશે. તે દેશનું અભિન્ન અંગ છે. તેથી જ પાકિસ્તાનને આ વાસ્તવિકતા સ્વીકારીને ભારત વિરોધી પ્રચાર રોકવાની સલાહ આપી છે. મલિકે તેના ઉપર લાગેલા આરોપો સ્વીકારી લીધા છે. સૂનાવણીની છેલ્લી તારીખે તેણે અદાલતને જણાવ્યું હતું કે તે કલમ 16, 17, 18 અને યૂએપીએની કલમ 20 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 120 બી અને 124 -એ સહિત તેની પર લાગેલા આરોપનો મુકાબલો કરશે નહીં.

કોર્ટે યાસિન મલિક પર લગાવેલા આરોપો અંગે તર્ક સાંભળવા માટે 19મી મેની તારીખ નક્કી કરી હતી. આ આરોપો હેઠળની વધુમાં વધુ સજા આજીવન કેદની છે. તે અગાઉ કોર્ટે 16 માર્ચે પણ એક નિર્ણય સંભળાવ્યો હતો. તે મુજબ એનઆઇએના વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહે કહ્યું હતું કે વિશ્લેષણથી એ જાણવા મળે છે કે મલિક પાકિસ્તાની પ્રતિષ્ઠાનના માર્ગદર્શન અને નાણાકીય ભંડોળ હેઠળ આતંકવાદી સંગઠનો સાથે પોતાના ઘનિષ્ઠ સંબંધનો ઉપયોગ કરી રહ્યો છે.

Next Article