કોંગ્રેસની આગેવાનીમાં આજે વિપક્ષની મળશે બેઠક, સંસદના શિયાળુ સત્રનો કરી શકે છે બહિષ્કાર

|

Nov 30, 2021 | 7:47 AM

આજે એટલે કે મંગળવારે, વિપક્ષી પક્ષો વિરોધ પ્રદર્શનની સાથે શિયાળુ સત્રના બાકીના સત્રનો બહિષ્કાર અને લોકસભા તેમજ રાજ્યસભામાં ચાલતી કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કરવાના વિકલ્પો પર ચર્ચા કરવા માટે બેઠક યોજશે.

કોંગ્રેસની આગેવાનીમાં આજે વિપક્ષની મળશે બેઠક, સંસદના શિયાળુ સત્રનો કરી શકે છે બહિષ્કાર

Follow us on

સંસદના શિયાળુ સત્રના ( winter session) પ્રથમ દિવસે વિપક્ષી એકતામાં તિરાડ દેખાયા બાદ કોંગ્રેસના (Congress) નેતૃત્વમાં વિપક્ષ હવે અલગ રણનીતિ અજમાવી શકે છે. અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવા આતુર વિપક્ષની સંસદમાં શું રણનીતિ હશે તેના પર આજે મંથન થશે. સંસદના બંને ગૃહોએ ચર્ચા વિના જ કૃષિ કાયદા ( રદ કરતુ બિલ પસાર કરી દીધુ તેમજ રાજ્યસભામાં 12 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા. આ બન્ને બનાવ બાદ કોંગ્રેસ અને અન્ય 13 પક્ષો સંસદના શિયાળુ સત્રનો બહિષ્કાર કરવાનું વિચારી શકે છે.

આ અંગે રાજકીય બાબતોના જાણકાર લોકોનું કહેવુ છે કે આજે એટલે કે મંગળવારે સવારે વિપક્ષી પાર્ટીઓની બેઠક છે. વિપક્ષી પક્ષો વિરોધ પ્રદર્શનની સાથે શિયાળુ સત્રના બાકીના સત્રનો બહિષ્કાર અને કાર્યવાહીને વિક્ષેપિત કરવાના વિકલ્પો પર ચર્ચા કરવા માટે બેઠક યોજશે. સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થયું હતું અને 23 ડિસેમ્બર સુધી ચાલનાર છે. વર્તમાન શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરાયેલા રાજ્યસભાના સાંસદોમાં કોંગ્રેસના છ, ટીએમસી અને શિવસેનાના બે-બે અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અને સીપીઆઈ(એમ)ના એક-એક સાંસદનો સમાવેશ થાય છે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) કોંગ્રેસના નેતૃત્વવાળી બેઠકમાં ભાગ નહીં લે. પાર્ટીના રાજ્યસભાના નેતા ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે તેમણે તેની આગામી કાર્યવાહી નક્કી કરવા માટે એક અલગથી બેઠક બોલાવી છે. બે ટીએમસી સાંસદો પણ સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદોમાં સામેલ છે. આ 12 સભ્યોને રાજ્યસભામાંથી બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ટીએમસી પહેલા દિવસે પણ વિપક્ષી પાર્ટીઓની બેઠકથી દૂર રહી હતી. માનવામાં આવે છે કે ટીએમસી વિપક્ષી છાવણીનું નેતૃત્વ કરવા માંગે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વિપક્ષના બે વ્યૂહરચનાકારોએ મીડિયાને જણાવ્યું કે સંસદના શિયાળુ સત્રનો બહિષ્કાર કરવો એ એક વિકલ્પ છે, પરંતુ પક્ષોએ આ યોજના સાથે સંમત થવું પડશે. કૃષિ વિધેયકની ચર્ચામાં નિષ્ફળ ગયા બાદ વિપક્ષી પક્ષોને સંસદમાં પાકના સમર્થનની ખાતરી આપવા માટે કાયદો ઘડવાની તક મળે છે કે કેમ તેના પર પણ આ યોજના નિર્ભર રહેશે.

કોંગ્રેસના વ્યૂહરચનાકારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જો અમને MSP (લઘુત્તમ ટેકાના ભાવ) અધિનિયમ અને સંબંધિત મુદ્દાઓને વધારવાની કોઈ તક નહીં મળે, તો અમારી પાસે સત્રનો બહિષ્કાર કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. તે જ સમયે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના એલારામ કરીમે મીડિયાને કહ્યું કે અમે ભાવિ દિશા નક્કી કરવા માટે મંગળવારે મળીશું. અમને સત્રનો બહિષ્કાર કરવાના સૂચનો મળ્યા છે. પરંતુ કોઈ પણ સામૂહિક નિર્ણય લેતા પહેલા અમારે અમારા સંબંધિત પક્ષો સાથે વાત કરવી પડશે. કરીમ છેલ્લા સત્રમાં કથિત અવ્યવસ્થિત વર્તન માટે સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાંના એક હતા.

આ પણ વાંચોઃ

વર્દીનો નશો ઉતર્યો: પીધેલી હાલતમાં મહિલા પત્રકાર સાથે મારઝૂડ કરનાર અમરાઈવાડી PI ડામોર સસ્પેન્ડ, જાણો સમગ્ર ઘટના

Next Article