વર્દીનો નશો ઉતર્યો: પીધેલી હાલતમાં મહિલા પત્રકાર સાથે મારઝૂડ કરનાર અમરાઈવાડી PI ડામોર સસ્પેન્ડ, જાણો સમગ્ર ઘટના

Ahmedabad: વર્ષ 2017 માં પીધેલ હાલતમાં પોલીસ કાર ચલાવી રહેલ PI કે.એ. ડામોરને બરતરફ કરવામાં આવ્યો છે. મહિલા પત્રકારને માર માર્યાનો તેના પર આરોપ હતો.

વર્દીનો નશો ઉતર્યો: પીધેલી હાલતમાં મહિલા પત્રકાર સાથે મારઝૂડ કરનાર અમરાઈવાડી PI ડામોર સસ્પેન્ડ, જાણો સમગ્ર ઘટના
PI KA Damor suspended
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 7:18 AM

Ahmedabad: અમરાઈવાડી (amraiwadi police) પોલીસ સ્ટેશનના PI કે. એ. ડામોરને (AK Damor) સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના એક કેસમાં PI સામે વિભાગીય પૂછપરછ ચાલી રહી હતી. જેમાં PI સામે નશાની (Drunk Police) હાલતમાં એક મહિલા પત્રકારને (Female Journalist) માર માર્યો હોવાના ગંભીર આક્ષેપ થયા હતા. તો આ કેસમાં ઇન્કવારી તપાસમાં DG દ્વારા PI કે. એ. ડામોર સામે પુરાવા મળતા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તો હવે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PI તરીકેનો ચાર્જ જાસમીન રોઝીયાને સોંપવામાં આવ્યો.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મળેલા અહેવાલ પ્રમાણે આ PI એકે ડામોર અમદાવાદ સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતો હતો. ત્યારે તરણેતરના મેળામાં બંદોબસ્તમાં ફરજ તેને સોંપાઇ હતી. તો આ દરમિયાન બંદોબસ્ત પૂર્ણ કરીને ડામોર ચોટીલા જવા નીકળ્યો હતો. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર પીઆઇ દારૂ પીને પોલીસની સરકારી ગાડી લઈને નીકળ્યો હતો.

આ દરમિયાન જ રસ્તામાં મહિલા પત્રકાર તરણેતર મેળાનું રિપોર્ટિંગ કરીને પરત ફરી રહી હતી. ત્યારે મહિલાએ પીધેલા ડામોરની ઓવરટેક કરી હતી. બાદમાં પીઆઈએ પિત્તો ગુમાવ્યો હતો. અને પોતાની ગાડી ઓવરટેક કરીને યુવતી સાથે ગેરવર્તન કર્યું હતું. આ હરકત બાદ ડામોર ભાગી ગયો હતો. તેમ છતાં પત્રકાર યુવતીએ હિંમતથી તેનો પીછો કર્યો અને એની જાણ કંટ્રોલને કરી હતી. તો મહિલાને ચોટીલા પોલીસ સ્ટેશનમાં જઈ જઈ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

આ દરમિયાન ઘટના બાદનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની વાત સામે આવી છે. અહેવાલ પ્રમાણે PI ડામોરે યુવતી અને તેના સાથી પર હાથ ઉપાડ્યાની વાત પણ સામે આવી હતી. તો લાફો માર્યા બાદ મામલો ગરમાયો હતો. અને મહિલા અને એમની ટીમ આ ઘટનાથી રોષે ભરાયા હતા. જ્યારે PI ને લાગ્યું કે નશામાં કંઇક ખોટું કરી દીધું છે ત્યારે ડામોર હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો.

આ પણ વાંચો: Tapi: પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે LRD ની ટ્રેનિંગ માટે આવ્યો હતો યુવાન, આ દરમિયાન મોત થતા ચકચાર

આ પણ વાંચો: Omicron Variant: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે- ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનું કારણ છે ગભરાવવાનું નહીં

g clip-path="url(#clip0_868_265)">