બેંગ્લોરમાં હોટલનું એક રાતનું ભાડું 40,000, હજુ પડશે વધુ વરસાદ, વાંચો Latest Updates

|

Sep 08, 2022 | 3:35 PM

ઘણા વિસ્તારો અને એપાર્ટમેન્ટ ડૂબી ગયા છે. લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. વરસાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં હજુ પણ વીજળી ગૂલ છે અને પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી.

બેંગ્લોરમાં હોટલનું એક રાતનું ભાડું 40,000, હજુ પડશે વધુ વરસાદ, વાંચો Latest Updates
flood hit Bengaluru
Image Credit source: Social Media

Follow us on

ભારતની ‘સિલિકોન વેલી’ બેંગ્લોર (Bengaluru)માં ભારે વરસાદને કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. બધે પાણી જ પાણી દેખાય છે. શહેરમાં પૂર (Flood in Bengaluru) જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાવાની સમસ્યાથી લોકો ખૂબ જ ચિંતિત છે. ઘણા વિસ્તારો અને એપાર્ટમેન્ટ ડૂબી ગયા છે. લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. વરસાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં હજુ પણ વીજળી ગૂલ છે અને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી.

પાણી ભરાયેલા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો નિકાલ કર્યો છે, જેના કારણે વાહનવ્યવહાર પૂર્વવત થયો છે. આઉટર રિંગ રોડ અને મરાઠાહલ્લી અને નજીકના વિસ્તારોના કેટલાક રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાવાને કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં વરસાદ અને પૂરના કારણે હોટલોનું ભાડું બમણું કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની સંભાવના છે. નીચે વાંચો આને લગતા મોટા અપડેટ્સ.

  1. IMDના ડેટા અનુસાર, બેંગલુરુમાં છેલ્લા ચાર દિવસમાં 251.4 મીમી વરસાદ નોંધાયો છે. જેમાંથી 131.6 મીમી વરસાદ માત્ર રવિવારે જ પડ્યો હતો. છેલ્લા 34 વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં 24 કલાકમાં આટલો વરસાદ પડ્યો નથી. બેંગલુરુ ગ્રામીણમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય 303.5 મીમીની સામે 752.3 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારે બેંગલુરુ અર્બનમાં 313.2 મીમીની સામે 840.2 મીમી વરસાદ નોંધાયો છે.
  2. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8-9 અને 10 સપ્ટેમ્બર સુધી કોસ્ટલ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંદાજથી અહીંના લોકોની ચિંતા વધી ગઈ છે.
  3. મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
    1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  4. વરસાદ અને પૂરથી પ્રભાવિત બેંગ્લોરમાં હોટલોની માગ વધી છે. ભાડું બમણું થઈ ગયું છે. અહીં એક રાત્રિ રોકાણ માટે રૂમની કિંમત 30 થી 40 હજાર થઈ ગઈ છે જે પહેલા 10-20 હજાર રૂપિયા હતી. ત્યારે OYO એ રૂમના ભાડામાં પણ વધારો કર્યો છે.
  5. પૂરગ્રસ્ત વિસ્તારો અને એપાર્ટમેન્ટ્સના કેટલાક રહેવાસીઓ નુકસાનની આકારણી અને સફાઈ માટે તેમના ઘરે પરત ફરી રહ્યા છે. આ લોકો અગાઉ સલામત સ્થાનની શોધમાં તેમના સંબંધીઓ અથવા મિત્રોના ઘર અથવા હોટલમાં ગયા હતા.
  6. મરાથાહલ્લીના એક એપાર્ટમેન્ટના અન્ય એક રહેવાસીએ આવી જ સમસ્યા શેર કરતા કહ્યું કે હવે વધુ વરસાદ ન થવો જોઈએ નહીં તો સમસ્યા વધુ વકરી જશે. બેંસમેન્ટમાં પૂરના પાણી ઘૂસી જતાં એપાર્ટમેન્ટના મોટાભાગના જનરેટર અને ઇલેક્ટ્રિકલ બેક-અપ સાધનોને નુકસાન થયું હતું.
  7. ત્યારે યેમાલુર નજીકના વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ કહ્યું, પરિસ્થિતિ ધીમે ધીમે સુધર્યા પછી, હું મારા ઘરને જોવા અને સાફ કરવા ગયો, પરંતુ બાકીનું પાણી કાઢવા માટે પંપનો અભાવ છે કારણ કે હવે તેમની પણ માગ છે. આશા છે કે વધુ ભારે વરસાદ નહીં પડે.
  8. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે તેમની સરકાર વરસાદથી પ્રભાવિત બેંગલુરુમાં થયેલા નુકસાન માટે વળતર તરીકે કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ અનુદાન માંગશે. તેમણે રાજ્યમાં પૂરની સ્થિતિનો સામનો કરવા માટે અગાઉ 600 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. તેમાંથી 300 કરોડ રૂપિયા એકલા બેંગલુરુ માટે રાખવામાં આવ્યા છે.
  9. કર્ણાટક હાઈકોર્ટે શહેરની નાગરિક સંસ્થા, બૃહત બેંગલુરુ મહાનગરા પાલીકે (BBMP)ને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિથી પ્રભાવિત નાગરિકોની ફરિયાદોને સંબોધવા માટે તાત્કાલિક એક સેલની સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો છે.
Next Article