ભારતમાં અગાઉ ચાર વાર થયું હતું વન નેશન વન ઈલેકશન, જાણો એ વખતના પરિણામ

|

Sep 18, 2024 | 5:38 PM

કેન્દ્રની મોદી સરકારે, આજે વન નેશન વન ઈલેકશનના એજન્ડાને મંજૂરી આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષ સ્થાને રચાયેલ સમિતીના અહેવાલને મોદી કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. હવે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટેનો રસ્તો મોકળો થયો છે. પરંતુ આ પ્રથા પહેલીવારની નથી. ભૂતકાળમાં પણ ભારતમાં વન નેશન વન ઈલેકશન થયું હતું.

ભારતમાં અગાઉ ચાર વાર થયું હતું વન નેશન વન ઈલેકશન, જાણો એ વખતના પરિણામ

Follow us on

કેન્દ્રની નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએ સરકાર, સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરવા માટે વન નેશન વન ઈલેકશનના એજન્ડાને મંજૂર કર્યું છે. દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવા માટે, સરકારે અત્યાર સુધીમાં અનેક સ્તરે કાર્યવાહી કરી છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષ સ્થાને એક સમિતીની પણ રચના કરવામાં આવી હતી. આ સમિતીએ દરેક મુખ્ય રાજકીય પક્ષનો અભિપ્રાય લીધો હતો. સાથોસાથ એક સાથે સમગ્ર દેશમાં ચૂંટણી યોજવા આડે આવતી બંધારણીય અડચણોને પણ ચકાસીને તેનો ઉકેલ સૂચવ્યો છે. જો કે, દેશમાં પહેલા પણ એક સાથે સમગ્ર દેશમાં ચૂંટણી યોજવામાં આવી હતી.

આઝાદી મળ્યા બાદ, દેશમાં ચાર વાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવી હતી, ચાર વાર યોજાયેલ વન નેશન વન ઈલેકશન દરમિયાન શુ પરિણામો આવ્યા હતા ?

વન નેશન વન ઈલેકશનના પરિણામ

1947માં ભારતને આઝાદી મળ્યા બાદ દેશમાં પ્રથમ ચૂંટણી 1951-1952માં યોજાઈ હતી. આ ચૂંટણી આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી હતી. જે લોકસભાની સાથેસાથે દેશના વિવિધ રાજ્યોની વિધાનસભાની પણ ચૂંટણી યોજવામાં આવી હતી. 1952-1952, 1957, 1961 અને 1967માં દેશમાં એક સાથે ચૂંટણી યોજાઈ હતી. આ તમામ ચૂંટણીઓના પરિણામ જોઈએ તો, કેન્દ્રની સાથેસાથે રાજ્યોમાં પણ કોંગ્રેસની સરકાર અસ્તિત્વમાં આવી હતી. જો કે આ સમયે સમગ્ર દેશમાં કોંગ્રેસ એ એક માત્ર મુખ્ય અને મોટી રાષ્ટ્રીયસ્તરની રાજકીય પાર્ટી હતી. કેટલાક નાના પ્રાદેશિક પક્ષો પણ હતા. જેઓ છુટા છવાયા રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ક્યારે બંધ થયુ વન નેશન વન ઈલેકશન

આઝાદી બાદ, દેશમાં ચાર વાર એક રાષ્ટ્ર એક ચૂંટણી યોજાયા બાદ, 1967માં એક એવી ઘટના બની કે એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રથા બંધ થઈ જવા પામી. 1967માં ઉત્તર પ્રદેશમાં કોઈ પણ પક્ષને સરકાર બનાવી શકે તેવી સ્પષ્ટ બહુમતી ના મળી. જેના કારણે કેટલાક પક્ષના ટેકાથી રાજ્ય સરકાર અસ્તિત્વમાં આવી. જો કે આ ગઠબંધનની સરકાર બન્યાના કેટલાક સમયમાં જ રાજ્ય સરકાર પડી ભાંગી. જેના કારણે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજવાની તંત્રને ફરજ પડી. આની સાથોસાથ 1971માં કેન્દ્રની સરકારને તેના પાંચ વર્ષના સમય પહેલાજ ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. આ કારણોસર, દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રથા અટકી પડી અને રાજ્યોની વિધાનસભા અને કેન્દ્રની લોકસભાની ચૂંટણી અલગ અલગ સમયે યોજાતી આવી.

 

Published On - 5:36 pm, Wed, 18 September 24

Next Article