ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી પોતાનું નામ હટાવવા પર મેનકા ગાંધીએ નિવેદન આપ્યું, જાણો શું કહ્યું
કારોબારીમાંથી વરુણ ગાંધી અને મેનકા ગાંધી બંનેને હટાવવાના નિર્ણયને વરુણ ગાંધીના ખેડૂત તરફી નિવેદનોની કડી તરીકે જોવામાં આવી રહ્યો હતો. જો કે, મેનકા ગાંધીએ આજે સુલતાનપુરમાં આ અટકળોને ફગાવી દીધી હતી.
UTTAR PRADESH : ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી ( BJP Working Committee)માંથી નામ હટાવવા પર મેનકા ગાંધીએ કહ્યું છે કે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તાજેતરમાં જ નવી કારોબારીના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધીનું નામ નહોતું. જે બાદ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કારોબારીમાંથી બંનેને હટાવવાના નિર્ણયને વરુણ ગાંધીના ખેડૂત તરફી નિવેદનોની કડી તરીકે જોવામાં આવી રહ્યો હતો. જો કે, મેનકા ગાંધીએ આજે સુલતાનપુરમાં આ અટકળોને ફગાવી દીધી હતી.
કારોબારીમાં નામ ન હોવું એ મોટી વાત નથી મેનકા ગાંધીએ આજે સુલતાનપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારોબારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પક્ષનો અધિકાર છે. આમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. જ્યારે BJPની નવી કારોબારીમાં મેનકા ગાંધીને તેમનું નામ ન હોવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેનાથી તેમને અથવા અન્ય કોઈને કોઈ ફરક પડ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ મોટી વાત નથી.
મેનકા ગાંધીએ કહ્યું કે કારોબારી સંસ્થા દર વર્ષે બદલાય છે. તેમણે કહ્યું કે તે 25 વર્ષ સુધી કારોબારીનો ભાગ હતા. જો હવે તેમને બદલવામાં આવે તો આમાં મોટી વાત શું છે. મેનકા ગાંધીએ કહ્યું કે નવા લોકોને પણ તક મળવી જોઈએ. આમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમણે આ વાત પોતાના સુલતાનપુર પ્રવાસ દરમિયાન મીડિયા સમક્ષ જણાવી હતી.
ખેડૂતોના સમર્થનમાં વરુણ ગાંધીનું ટ્વીટ આજકાલ વરુણ ગાંધી પાર્ટી વિરોધી નિવેદનો આપી રહ્યા છે. લખીમપુર ખેરીમાં ખેડૂતોના મોત બાદ તેમણે ટ્વિટ કરીને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા પણ તેમણે ખેડૂતોના સમર્થનમાં અનેક ટ્વીટ કર્યા છે.
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ લખીમપુર ખેરીમાં બનેલી ઘટનાની આકરી ટીકા કરી હતી. વરુણ ગાંધીએ આ દરમિયાન વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લખીમપુર ખેરીમાં શું થયું. વરુણે એક ટ્વીટ દ્વારા લખ્યું કે વીડિયો એકદમ સ્પષ્ટ છે. હત્યા દ્વારા વિરોધીઓને શાંત કરી શકાતા નથી. નિર્દોષ ખેડૂતોના હત્યાની જવાબદારી લેવી જોઈએ અને દરેક ખેડૂતના મનમાં ઘમંડ અને ક્રૂરતાનો સંદેશ આવે તે પહેલા ન્યાય આપવો જોઈએ.
આ પણ વાંચો : કોરોનાથી સાજા થયેલા લોકો થઇ જાઓ સાવધાન, ડેન્ગ્યુ અને ફ્લુના કારણે વધી ગયું છે જોખમ
આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે નવજાત બાળકો પર અત્યંત જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી