26 જાન્યુઆરીએ ખેડૂતો લાલ કિલ્લાથી India Gate સુધી યોજશે રેલી, ખેડૂતો-સરકાર વચ્ચે આજે બેઠક

|

Jan 15, 2021 | 8:55 AM

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલને લઇને વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન શુક્રવારે 51માં દિવસમાં પહોંચ્યું છે. આ દરમ્યાન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતે કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ ખેડૂતો લાલ કિલ્લાથી India Gate સુધી રેલી યોજશે.

26 જાન્યુઆરીએ ખેડૂતો લાલ કિલ્લાથી India Gate સુધી યોજશે રેલી, ખેડૂતો-સરકાર વચ્ચે આજે બેઠક

Follow us on

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલને લઇને વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન શુક્રવારે 51માં દિવસમાં પહોંચ્યું છે. આ દરમ્યાન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતે કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ ખેડૂત દેશનું શીશ ઊંચું કરશે. તેમણે કહ્યું કે અમારી યોજના મુજબ 26 જાન્યુઆરીએ કિસાન લાલ કિલ્લા થી India Gate સુધી રેલી નિકાળશે. જો કે આ પૂર્વે શુક્રવાર 15મી જાન્યુઆરીએ બેઠક યોજાશે. જેમાં ખેડૂતોની માંગ અને આંદોલન અંગે ચર્ચા વિચારણા કરાશે.

ટીકેતે કહ્યું કે આ ઐતિહાસિક પરેડ હશે જેમાં એક તરફ જવાન ચાલશે અને બીજી તરફ ખેડૂત ચાલશે. ઈન્ડિયા ગેટ પર આપણા શહીદોની અમર જ્યોતિ પર બંનેનું મિલન થશે.

જયારે કૃષિ કાયદા પરત લેવા માટે શુક્રવારે બપોરે 12 વાગે મિટિંગનું આયોજન છે. તેમજ કિસાન સંગઠનના નેતાઓએ જણાવ્યું કે અમે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સરકાર અને ખેડૂતો વચ્ચે શુક્રવારે  9 માં તબક્કાની  મિટિંગ યોજાવવાની છે. ખેડૂતો દ્વારા છેલ્લા 50 દિવસથી ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.  આ દરમ્યાન સરકાર સાથે આઠ વખત મિટિંગ પણ યોજાઇ હતી. જો કે તેમા હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

આ પૂર્વે  ખેડૂત આંદોલનને સમાપ્ત કરવા માટે 8 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજી હતી. જેમા આગામી બેઠક 15 જાન્યુઆરીએ યોજવવાનું નક્કી કરવામા આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીના રોજ  ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાને લઇને ચુકાદો આપ્યો હતો. જેમાં ત્રણ કૃષિ કાયદા પર રોક લગાવવામાં આવી હતી અને આ  વિવાદ સમાપ્ત કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. જેમાથી એક સભ્યે કમિટીમાં રહેવા અનિચ્છા દાખવી છે.

Published On - 8:33 am, Fri, 15 January 21

Next Article