Omicron Variant: દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી, કેન્દ્ર સરકારનો નિર્ણય
આ આદેશ મુજબ 20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર આવનારા જોખમવાળા દેશોના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટનું પ્રીબુકિંગ કરવું પડશે.
દેશમાં કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટના (Corona Omicron Variant) વધતા કેસોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર (Central Government) તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની હેઠળ જોખમવાળા દેશોથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટની પ્રીબુકિંગ કરવી પડશે.
આ આદેશ 20 ડિસેમ્બરથી લાગુ પડશે. આ આદેશ મુજબ 20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર આવનારા જોખમવાળા દેશોના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટનું પ્રીબુકિંગ કરવું પડશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઓમીક્રોન વેરિએન્ટ દુનિયાના ઘણા દેશોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. એટલું જ નહીં બ્રિટેનમાં ઓમીક્રોનથી પ્રથમ મોતનો કેસ પણ સામે આવી ચૂક્યો છે.
Starting Dec 20th, all international travelers from ‘at-risk’ countries, arriving at airports in Delhi, Mumbai, Kolkata, Chennai, Bengaluru, and Hyderabad will have to compulsorily prebook an RT-PCR test.#Omicron pic.twitter.com/cnVxAuxy5T
— ANI (@ANI) December 14, 2021
દેશમાં ઓમીક્રોન વેરિએન્ટના 49 કેસ
ત્યારે વાત કરીએ ભારતની તો અહીં ઓમીક્રોન વેરિએન્ટના કુલ કેસની સંખ્યા 49 થઈ ચૂકી છે. મંગળવારે દિલ્હી અને રાજસ્થાનથી 4-4 નવા કેસ સામે આવ્યા. દિલ્હીમાં ઓમીક્રોનના 4 નવા કેસ સામે આવ્યા બાદ હવે રાજ્યમાં તેની કુલ સંખ્યા 6 થઈ ગઈ છે. ત્યારે રાજસ્થાનથી અત્યાર સુધી ઓમીક્રોનના 13 કેસ સામે આવી ચૂક્યા છે. વાત કરીએ અન્ય રાજ્યોની તો અત્યાર સુધી મહારાષ્ટ્રથી ઓમીક્રોનના 20, કર્ણાટકમાંથી 3, ગુજરાતમાંથી 4, કેરળમાંથી 1, આંધ્રપ્રદેશથી 1 અને ચંદીગઢથી 1 કેસ સામે આવી ચૂક્યો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ
જાણકારી મુજબ સમગ્ર દેશની તુલનામાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઓમીક્રોન સંક્રમિત કેસ મળ્યા છે. મુંબઈમાં કલમ 144 લાગી ચૂકી છે. વારંવાર એ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓમીક્રોન ભારતમાં ત્રીજી લહેર માટે જવાબદાર હોઈ શકે છે અને તેનું કારણ એ છે કે છેલ્લી બે લહેરમાં કોરોના વાઈરસ જે ઝડપે ઘરે-ઘરે પહોંચ્યો હતો, તેના કરતા અનેકગણી ઝડપથી ફેલાવવાની ક્ષમતા ઓમિક્રોનમાં છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું હતું કે અત્યાર સુધી 63 દેશમાં કોરોના વાઈરસના ઓમીક્રોન વેરિએન્ટ જોવા મળ્યો છે અને તે તેની ફેલાવવાની ઝડપમાં ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી દેશે.
આ પણ વાંચો: બૂસ્ટર ડોઝને લઈને પરિણામ એકત્ર કરવામાં વ્યસ્ત સરકાર, ડોક્ટરે કહ્યું- રસીથી કોરોના વેવને રોકવો મુશ્કેલ