Delhi : ઓમિક્રોન વેરિયન્ટે વધારી ચિંતા, 15 થી વધુ શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર થયુ દોડતુ

|

Dec 05, 2021 | 10:00 AM

કેન્દ્ર સરકારે યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, બોત્સ્વાના, ન્યુઝીલેન્ડ, મોરેશિયસ, સિંગાપોર, ઝિમ્બાબ્વે, ઈઝરાયેલ અને હોંગકોંગને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની યાદીમાં મૂક્યા છે. આ સાથે આ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે નિયમો પણ કડક કરવામાં આવ્યા છે.

Delhi :  ઓમિક્રોન વેરિયન્ટે વધારી ચિંતા, 15 થી વધુ શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર થયુ દોડતુ
omicron variant

Follow us on

Omicron Variant :દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના (Corona Virus) નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા વધી છે.ભારતમાં અત્યાર સુધીમાં કુલ ચાર ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે.જેમાં કર્ણાટકમાં બે, અને મહારાષ્ટ્ર-ગુજરાતમાં એક કેસ સામે આવ્યો છે. આ સાથે દિલ્હીમાં(Delhi)  પણ તેનો ખતરો સતત વધી રહ્યો છે. માહિતી અનુસાર, ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી પરત ફરેલા 15 મુસાફરો દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ છે. આ તમામ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ (Genome sequencing)માટે મોકલવામાં આવ્યા છે.

ઓમિક્રોનના સંકટને પગલે તંત્ર સતર્ક

અધિકારીઓએ જણાવ્યું કે આ 15 શંકાસ્પદ દર્દીઓને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 9 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે બાકીના 6 મુસાફરમાં ગળામાં દુખાવો અને તાવ જેવા સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ દિલ્હી સરકારે એલએનજેપી હોસ્પિટલને (LNJP Hospital)ઓમિક્રોન સંક્રમિતની સારવાર માટે રિઝર્વ કરી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધીને 15 પર પહોંચી

શુક્રવાર સુધીમાં હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 12 હતી. હવે તે વધીને 15 થઈ ગઈ છે. LNJPના મેડિકલ ડિરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે, જે ત્રણ નવા દર્દીઓ મળી આવ્યા છે તે બધા યુકેથી પરત ફર્યા છે. માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, બોત્સ્વાના, ન્યુઝીલેન્ડ, મોરેશિયસ, સિંગાપોર, ઝિમ્બાબ્વે, ઇઝરાયેલ અને હોંગકોંગને ઉચ્ચ જોખમી દેશોની યાદીમાં મૂક્યા છે. આ સાથે આ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. આ સિવાય અન્ય દેશોમાંથી આવતા મુસાફરોની પણ એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં 4 લોકો ઓમિક્રોનથી સંક્રમિત

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટના 4 દર્દીઓ મળી આવ્યા છે. જેમાં કર્ણાટકમાંથી 2, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 1-1 દર્દી મળી આવ્યા છે. કર્ણાટકમાં મળી આવેલા દર્દીઓની ઉંમર 66 અને 46 વર્ષ છે. આ બંને દર્દીમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા. ગુજરાતમાં પણ શનિવારે 72 વર્ષના દર્દીમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ દર્દી પણ સાઉથ આફ્રિકાથી પરત ફર્યો હતો. હાલ, કોરોનાના નવા વેરિયન્ટને કારણે સમગ્ર દેશમાં ચિંતા જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો : Delhi: ખેડૂત સંગઠને કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટ કરવા બનાવી 5 સભ્યોની કમિટી, 7 ડિસેમ્બરે ફરીથી મળશે સંયુક્ત ખેડૂત મોરચાની બેઠક

આ પણ વાંચો : નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

Next Article