AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન ! આવનારા 2 અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ, કોરોના કેસની સંખ્યા બમણી થઈ શકે છે ! ડોક્ટરોએ વ્યક્ત કરી હતી ચિંતા

જો તમે દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક ડેટા પર નજર નાખો તો જોઈ શકાય કે એક દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ શકે છે. આ એક સત્ય છે જે સમગ્ર વિશ્વને ચેતવણી આપી રહ્યું છે. આપણે સાવધાન રહેવું પડશે પણ ગભરાશો નહીં.

સાવધાન ! આવનારા 2 અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ, કોરોના કેસની સંખ્યા બમણી થઈ શકે છે ! ડોક્ટરોએ વ્યક્ત કરી હતી ચિંતા
Corona Cases
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 8:55 PM
Share

કોરોનાનું નવું વેરિઅન્ટ, ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) હવે ભારતમાં પણ દસ્તક આપી ચૂક્યું છે. કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન ડોક્ટરે ગભરાવાને બદલે સતર્ક રહેવા જણાવ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવનારા બે અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મેદાંતા, ધી મેડિસિટીના ચેરમેન-એમડી ડૉ. નરેશ ત્રેહને કહ્યું કે અમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છીએ કારણ કે કોરોનાનું એક નવું વેરિઅન્ટ (Corona Variant) મળી આવ્યું છે, જેમાં સ્પાઈક પ્રોટીન પર 30 થી વધુ વેરિઅન્ટ્સ અને સમગ્ર સ્ટ્રક્ચરમાં 50 થી વધુ વેરિઅન્ટ્સ છે. તેમણે કહ્યું છે કે વાયરસના બે ભાગ ચિંતાનો વિષય છે – ચેપ અને વાયરસ. R0 ફેક્ટર 12-18 ગણો અથવા તેનાથી વધુ હોઈ શકે છે. તેનો અર્થ એ છે કે તે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. અત્યારે, અમને ચોક્કસ વિગતો ખબર નથી.

એક દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ શકે ડૉ. નરેશ ત્રેહને વધુમાં કહ્યું, અમને ખબર નથી કે તે કેવી રીતે વર્તે છે પરંતુ જો તમે દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક ડેટા પર નજર નાખો તો તે જાણીતું છે કે એક દિવસમાં કેસની (Corona Cases) સંખ્યા બમણી થઈ શકે છે. આ એક સત્ય છે જે સમગ્ર વિશ્વને ચેતવણી આપી રહ્યું છે. આપણે સાવધાન રહેવું પડશે પણ ગભરાવું નહીં. રસીકરણ જરૂરી છે.

આગામી 2 અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ ગંગારામ હોસ્પિટલના ડૉ. ધીરેને જણાવ્યું હતું કે ભારતમાં ઓમિક્રોન કેસ આવવાની અપેક્ષા હતી. ભારતમાં લોકોએ શાંત અને સંયમિત રહેવાની જરૂર છે પરંતુ સાથે જ આપણે સાવધ રહેવું પડશે. અમારા પ્રારંભિક અહેવાલથી, અમે કહી શકીએ કે તે અન્ય પ્રકારોની તુલનામાં હળવો વાયરસ છે.

તેમણે વધુમાં કહ્યું કે, લોકોમાં જાગૃતિના અભાવને કારણે લક્ષણ વગરના કેસ ઝડપથી ફેલાય છે. રસીકરણથી આપણા બધાને ફાયદો થશે. આગામી 2 અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. આ સમયગાળાને વ્યક્તિગત લોકડાઉન (Lockdown) તરીકે લો. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનથી યુવાનો પ્રભાવિત થયા છે.

બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું છે કે, WHO એવા દેશોની પ્રશંસા કરે છે કે જેઓ નવા વેરિએન્ટના કેસોને ઝડપથી શોધી અને રિપોર્ટ કરવામાં સક્ષમ છે.

આ પણ વાંચો : Parliament Winter Session: કેન્દ્ર સરકાર ડેમની સુરક્ષા અને જાળવણી કરશે, રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ ડેમ સેફ્ટી બિલ પાસ

આ પણ વાંચો : India-China Border: ચીનની પહેલ પર 15 ડિસેમ્બર બાદ કમાન્ડર સ્તરની મંત્રણાનો 14 માં રાઉન્ડ યોજાશે, હોટ સ્પ્રિંગ્સ પર અવરોધ દૂર થશે !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">