OMG: શું તમને ખબર છે કે હાથીઓ જાપાનની બુલેટ ટ્રેનથી પણ વધુ ઝડપથી પાણી પીએ છે, સંશોધનમાં થયો ખુલાસો

|

Jun 03, 2021 | 2:42 PM

OMG : પૃથ્વી પરનો સૌથી મોટું અને કદાવર પ્રાણી તરીકે હાથીને માનવામાં આવે છે. શું તમને ખબર છે હાથી તેમની સૂંઢથી કેટલું ઝડપથી પાણી ખેચે છે. તો હવે આ વાતનો ખુલાસો થઈ ચૂક્યો છે. જી હા અમેરિકા ના સંશોધકોએ ખુલાસો કર્યો છે કે, હાથી 540 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી તેમની સૂંઢથી પાણી ખેંચે છે.

OMG: શું તમને ખબર છે કે હાથીઓ જાપાનની બુલેટ ટ્રેનથી પણ વધુ ઝડપથી પાણી પીએ છે, સંશોધનમાં થયો ખુલાસો
Elephants drink water even faster than Japan bullet train

Follow us on

OMG: પૃથ્વી પરનાં સૌથી મોટા અને કદાવર પ્રાણી તરીકે હાથીને માનવામાં આવે છે. શું તમને ખબર છે હાથી તેમની સૂંઢથી કેટલું ઝડપથી પાણી ખેચે છે. તો હવે આ વાતનો ખુલાસો થઈ ચૂક્યો છે. જી હા અમેરિકાનાં સંશોધકો (American Researcher)એ ખુલાસો કર્યો છે કે, હાથી 540 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી તેમની સૂંઢથી પાણી ખેંચે છે.

  • જાપાનની બુલેટ ટ્રેન 320 કિલોમીટરના પ્રતિ કલાકે દોડે છે

જ્યારે આપણે હાથી (Elephant)ને તેમની સૂંઢથી પાણી પીતા જોઈએ છીએ તો આપણા મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે, હાથી પાણી આટલું જલ્દી કઈ રીતે ખતમ કરે છે. ત્યારે આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. સંશોધકો (Researchers)એ સંશોધન કર્યું છે કે, હાથી (Elephant) 540 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાણી ખેંચે છે. હાથીની પાણી ખેંચવાની ઝડપ જાપાનના બુલેટ ટ્રેન(Japan bullet train)થી પણ વધુ છે. જે 320 કિલોમીટરના પ્રતિ કલાકે દોડે છે.

એક હાથી(Elephant)ની સૂંઢ અંદાજે 100 કિલોગ્રામની હોય છે. આટલો વજન હોવા છતાં પણ સૂંઢ ખાવાનો સામાન ઝડપવાની સાથે પાણી પીવાનું પણ કામ કરે છે. કેટલીક વખત હાથી તેમની સૂંઢથી એટલી ઝડપથી હવા કાઢે છે કે, કોઈ સામાન પણ તેમની પાસે પહોંચી જાય છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
  • હાથીએ માત્ર 1.5 સેકન્ડમાં 4 લીટર પાણી ખેચ્યું

સંશોધકોને જાણવા મળ્યું કે, હાથી (Elephant)તેમની સૂંઢ નો ઉપયોગ વૈક્યૂમ ક્લિનર (Vacuum Cleaner)તરીકે કરે છે. જૉર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી (Georgia Institute of Technology)ના સંશોધક એન્ડ્ર્યુ શુલઝ (Andrew Schulz)કહ્યું કે, જેના દ્વારા હાથી સારા ભોજનની શોધ કરે છે. તેમજ પાણી ખેંચે છે અને સૂંઢથી જ તેમની ઉપર પણ પાણી ઉડાડે છે. સંશોધકોએ 3 વીડિયો કેમેરાની મદદથી એટલાન્ટના એક ઝૂ (Atlanta Zoo)માં 34 વર્ષથી આફ્રિકાના હાથી (African elephants)નો અનુભવ રેકોર્ડ કર્યો છે.

આ દરમિયાન તેમણે હાથીના એક એક્વેરિયમ (Aquarium)થી પાણી ખેંચવાની ઝડપનું સંશોધન કર્યું છે. જેમાં હાથીએ માત્ર 1.5 સેકન્ડમાં 4 લીટર પાણી ખેચ્યું હતુ. હાથી(Elephant)ની સૂંઢમાં આ ક્ષમતા હોય છે કે, જે નાની-નાની કેટલીક વસ્તુઓ એકી સાથે ખાય જાય છે. સંશોધક એન્ડ્ર્યુ સ્ચૂલજે (Andrew Schulz)કહ્યું કે, હાથી અમારા અનુમાન થી પણ વધુ પાણી સૂંઢથી અંદર રાખી શકે છે. સંશોધકે કહ્યું કે, હાથીની ટેકનીકનો ઉપયોગ ભવિષ્યમાં રોબોટ(Robot)બનાવવા માટે કરવામાં આવી શકે છે.

Published On - 2:42 pm, Thu, 3 June 21

Next Article