OMG : ભારતની એક એવી નદી જ્યાં રેતીમાંથી મળે છે સોનું, સવાર પડતા જ લોકો પહોંચી જાય છે સોનાની શોધમાં

|

Jun 07, 2021 | 2:36 PM

OMG : નદી વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે પરંતુ આજે તમને એક એવી નદીની (River) વાત કરી રહ્યા છીએ કે,જેનાં વિશે જાણીને તમને આશ્વર્ય થશે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે,ભારતમાં એક એવી નદી છે,જેની રેતીમાંથી સોનું મળે છે.

OMG : ભારતની એક એવી નદી જ્યાં રેતીમાંથી મળે છે સોનું, સવાર પડતા જ લોકો પહોંચી જાય છે સોનાની શોધમાં
સુબર્ણરેખા નદી

Follow us on

OMG : નદી વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે પરંતુ આજે તમને એક એવી નદીની (River) વાત કરી રહ્યા છીએ કે,જેનાં વિશે જાણીને તમને આશ્વર્ય થશે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે, ભારતમાં એક એવી નદી છે, જેની રેતીમાંથી સોનું મળે છે.

ભારતમાં આ નદી ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખા (Subarnrekha) નામથી પ્રખ્યાત છે અને સ્થાનિક લોકો સવારે ઉઠીને સોનાની શોધખોળમાં લાગી જાય છે.ઉપરાંત આ સોનું વેચીને જ તેઓ ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે.

સુબર્ણરેખા નદીની રેતીમાંથી મળે છે સોનું

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જાણીને નવાઈ લાગશે પરંતુ ભારતમાં એક એવી નદી છે, જ્યાંથી સોનું નીકળે છે અને આ નદીની રેતીમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો નદીની રેતીમાંથી સોનું કાઢીને પોતાનું ગુજરાન કરે છે. આ નદી ઝારખંડના(Jharkhand) રત્નગર્ભામાં “સુબર્ણરેખા” નામથી જાણીતી છે.

મુખ્યત્વે આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં વહે છે. સુબર્ણરેખા અને તેની સહાયક નદી (Tributary River) કરકરીમાં સોનાનાં કણો જોવા મળે છે. ત્યારે સ્થાનિક લોકોનું માનવું છે કે, સોનાનાં કણ (Gold Particles) કરકરી નદીમાંથી વહીને સુબર્ણરેખા નદી સુધી પહોંચે છે.

 

થાઈલેન્ડની  નદીના કાદવમાંથી પણ મળે છે સોનું

જાણીને તમને આશ્ચર્ય થશે કે દુનિયામાં પણ એક એવી જગ્યા છે જ્યાં કાદવમાંથી(Mud) સોનું મળે છે. અમે વાત કરી રહ્યા છીએ થાઈલેન્ડની એક નદીની જ્યાં નદીનાં કાદવમાંથી સોનું મળી આવે છે અને સ્થાનિક લોકો (Local People)સવારે ઉઠીને નદી કિનારે જઈને સોનાની શોધખોળ કરવામાં લાગી જાય છે અને ભારે જહેમત બાદ તેઓને સોનું મળે છે .  આ સોનું વેચીને જ  તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા  છે.

 

ગોલ્ડ માઉન્ટેન તરીકે ઓળખાય છે આ સ્થળ

મુખ્યત્વે આ જગ્યા દક્ષિણ થાઈલેન્ડમાં(South Thailand) છે અને તે વિસ્તાર મલેશિયા સાથે પણ જોડાયેલો છે. આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટન (Gold Mountain)કહેવામાં આવે છે અને લાંબા સમયથી અહીં ગોલ્ડ માઇનિંગ (Gold Mining)કરવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં લોકો આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે નદીની આસપાસનાં વિસ્તારનાં લોકો માટે આ જગ્યા પૈસા કમાવવાનું સ્થળ(Place) બની ગઈ છે.

લોકો નદીના કાદવમાંથી સોનું શોધીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઉપરાંત અહીંથી સોનું આસાનીથી નથી મળતું લાંબી જહેમત બાદ લોકોને કાદવમાંથી સોનું મળે છે. એક રિપોર્ટ મુજબ, પંદર મિનિટમાં એક દિવસનો ખર્ચ નીકળે તેટલું સોનું મળી રહે છે.

 

 

 

Next Article